લોકો પોતાના પ્રિય પાત્ર માટે 500 થી લઈને 50,000 સુધીના ગુલાબના બુકે બનાવડાવતા હોય છે.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન દિવસ. આ દિવસે લોકો પોતાના પ્રિય પાત્રને ગિફ્ટ અને ફૂલો આપતા હોય છે. આ દિવસ દરમિયાન ગુલાબના ફૂલોની ડિમાન્ડ વધી જતી હોય છે . ખાસ કરીને લોકો આ દિવસે ગુલાબના બુકે આપવાનું પસંદ કરતા હોય છે અને આ બુકે 500 રૂપિયાથી લઈને 50000 રૂપિયા સુધીના પણ લોકો તૈયાર કરાવડાવે છે.
વેલેન્ટાઈન દિવસ એટલે પ્રેમીઓનો દિવસ.
સંત વેલેન્ટાઇનના જન્મદિવસ ને વેલેન્ટાઇન દિવસ તરીકે મનાવવામાં આવે છે. વેલેન્ટાઈનના વીકમાં ખાસ કરીને ગુલાબના ફૂલોની ડિમાન્ડ વધી જતી હોય છે. સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગુલાબ આવતા હોય છે. જેમાં ખાસ કરીને ચાઈનીઝ ગુલાબ બેંગલોર ખાતેથી આવે છે.
વેલેન્ટાઇનના ચાર પાંચ દિવસ પહેલા જ ફુલના વેચાણમાં ઉછાળો જોવા મળતો હોય છે અને તેમાં પણ વેલેન્ટાઇન ડેના દિવસે લોકો બુકે ના ઓર્ડર આપતા હોય છે અને આ બુકે ખૂબ જ મોંઘા પણ હોય છે. ફૂલોના વેપારી મિલનભાઈએ કહ્યું કે વેલેન્ટાઈન ડે ના દિવસે જે ગુલાબ 10 રૂપિયાનું મળતું હોય છે તે 50 થી લઈને 100 રૂપિયા સુધીમાં ફરતું હોય છે અને બીજી તરફ લોકો પોતાના પ્રિય વ્યક્તિને બુકે ભેટ સ્વરૂપે આપતા હોય છે.
અલગ અલગ પ્રકારના બુકે અમે લોકો બનાવીએ છીએ. જેમાં માત્ર ફૂલોનો એટલે કે ગુલાબનો ગુલદસ્તો બનાવવો હોય તો તેની શરૂઆતની કિંમત જ 500 રૂપિયાથી થાય છે .અવનવા ગુલદસ્તાઓ બનાવવા માટે ના ઓર્ડર અમને મળતા હોય છે 50,000 સુધીના પણ લોકો પોતાના પ્રિય વ્યક્તિ માટે બનાવડાવે છે.