વલ્લભીપુર તા.૨૨
બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ સમાજસેવી અને વિશિષ્ટ શિક્ષક સન્માન કાર્યક્રમ ૧૮-૧૯ ફેબ્રુઆરીનાં રોજ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં વિવિધ રાજ્યોના 118 જેટલા શિક્ષકો અને સમાજસેવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં શ્રી હરિ ઓમ કન્યા પ્રાથમિક શાળાના ચિત્રકૂટ એવોર્ડ વિજેતા ટીચર લીલાબેન ઠાકરડાને વિશિષ્ટ કાર્ય બદલ પ્રતિષ્ઠાન દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત ટીચર્સ એવોર્ડ 2023 એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
લીલાબેન ઠાકરડાએ ચિત્રકૂટ એવોર્ડમાં મળેલ રકમ પણ દાનમાં આપેલ છે. લીલાબેન દ્વારા બાળકોને પ્રવૃત્તિ સભર શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કચ્છના મહારાણી આરતી કુમારી જાડેજા, પ્રથમ કુલપતિ કાન્તિ ગોર, કચ્છ ડાયેટના પ્રચાર્ય સંજયભાઈ ઠાકર, પ્રદીપતાનંદજી, પદ્મશ્રી નારાયણ જોશી, પેરિસના નિવૃત્ત શિક્ષક ક્રિસ્ટોફર ફ્રાન્સનથી સારાએદા ઉપસ્થિત રહ્યા હતા.
બાલ રક્ષક પ્રતિષ્ઠા એ મહારાષ્ટ્રની અને ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા પ્રમાણિત સંસ્થા છે જે દેશના વિવિધ રાજ્યોમાં ડ્રોપ આઉટ થયેલા બાળકોને શાળા સુધી પહોંચાડવાના અસરકારક પ્રયત્નો કરે છે અને સાથે સાથે શિક્ષણમાં નવતર પ્રયોગ કરનાર શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરે છે.
અહેવાલ ધમૅન્દ્રસિંહ વલભીપુર