ગુજરાત કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજપુતના નવા વ્યવસાયનો શુભારંભ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા વ્યવસાય સાથે સંકળાયા છે જેમાં તા.૨૦/૦૨/૨૦૨૩ના રોજ અયોધ્યા ખાતે ધર્મ મંડપ, નાની છાવણી, અયોધ્યાથી ભોજપુરી ફિલ્મ “દતક પુત્ર” નિર્માણનો શુભારંભ કર્યો છે,
જેમાં વિનોદભાઈ ગુપ્તા સાથે પ્રથમ ફિલ્મ બનાવવા શરૂઆત કરેલ છે ભોજપુરી ફિલ્મ “દતક પુત્ર” ના શુટીંગના શુભારંભમાં અયોધ્યા હનુમાન મંદિરના મહંત શ્રી સંજય દાસજી મહારાજ, હિંમત દાસજી મહારાજ અને આઈ.પી.સિંહજી (પૂર્વ મંત્રી – ઉત્તર પ્રદેશ સરકાર) આ ફિલ્મના નિર્માતા – વિનોદભાઈ ગુપ્તા, સહ-નિર્માતા મહેશભાઈ રાજપુત, ફિલ્મના હીરો – યસ મિશ્રા, હીરોઈન – સુભી શર્મા, વાર્તા અને દિગ્દર્શક – પ્રમોદ શાસ્ત્રી, પટકથા અને સંવાદ – એસ કે ચૌહાણ, સંગીત-આઝાદ સિંહ અને રાજપ્રવેશ ઠાકુર જોડાયા છે.