કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા ખાતે સુંદરસાથ પ્રણામી વણકર સમાજની આગોતરા આયોજન માટેની મીટીંગમાં “वसुदेव कुटुम्बकम ” સાર્થક થયું
પોતાના સમાજ સિવાય અન્ય સમાજના અગ્રણીને પ્રમુખ સ્થાન આપવાની પહેલી પહેલ…
મોડાસા ખાતે યોજાયેલ પ્રણામી વણકર સમાજની મીટિંગમાં મીટીંગ ના પ્રમુખ સ્થાન તરીકે સામાજિક સમરસતા સમિતિના અરવલ્લી જિલ્લા પ્રમુખ ચંદ્રકાંત પટેલ ની વરણી કરવામાં આવી હતી. સામાજિક લેવલની મીટીંગમાં પણ અન્ય સમાજના અગ્રણીએ ઉપસ્થિત રહી સમરસતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શ્રી ચંદ્રકાંત પટેલે ખૂબ જ સરાહનીય ઉદબોધન કરી પ્રણામી વણકર સમાજને અભિનંદન આપી આભાર માન્યો હતો. એમના જણાવ્યા મુજબ સમૂહ લગ્નોત્સવમાં અન્ય સમાજના પ્રમુખ મંત્રી ने કંકોત્રી લખી આમંત્રણ આપી
સમાજ સમાજ વચ્ચેનું અંતર ઘટાડવા પર ભાર મૂક્યો હતો. સમાજના પ્રમુખ ,અધ્યક્ષ ,મંત્રી ,સંપૂર્ણ કારોબારી સભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલા પ્રતિનિધિઓ દ્વારા શ્રી ચંદ્રકાંત પટેલનું અશોક સ્તંભ નું चिह्न આપી સન્માન કરવામાં આવ્યું હતું.