બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સરહદી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે આ જિલ્લાની વાત કરવામાં આવે તો આ જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જે તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે,ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછત તાલુકો છે ત્યારે દાંતા તાલુકામાં પણ આરોગ્ય કેન્દ્ર પણ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે.આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટાસડા ખાતે તાલુકા આરોગ્ય કચેરી દાંતા નો તાલુકા કક્ષાનો આશા સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ કાર્યક્રમ મા તાલુકા આરોગ્ય કચેરી દાંતા ની કુલ દસ(10) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની આશા બહેનો અને આશાફેસિલેટર બહેનો મોટી સંખ્યા મા હાજર રહી આ કાર્યક્રમમા માનનીય THO મેડમ ર્ડો. નિશાબેન ડાભી દ્વારા આશા ને લગતી કામગીરી ની પૂરતી સમજણ આપી અને વર્ષ દરમિયાન અંતરીયાળ વિસ્તાર મા ઘરે ઘરે જઈ ને આરોગ્ય ની સેવાઓ લોકો સુધી પહોંચાડી ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ આશા બહેનો અને આશાફેસિલેટર બહેનોને પ્રથમ, બીજો, અને ત્રીજો નંબર આપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઈઝ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા
આ કાર્યક્રમ નું સફળ માર્ગદર્શન અને સંચાલન THO શ્રી ર્ડો. નિશાબેન ડાભી અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર હસમુખભાઈ જોશી અને તાલુકા હેલ્થ વિઝીટર ચંદ્રિકાબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતુ. દાંતા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આશા બહેનો ગામડામાં જઈને લોકોને જાગૃત કરી રહ્યા છે અને માહિતીગાર કરી રહ્યા છે
અંબાજી પ્રહલાદ પૂજારી