રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
અમરનાથ યાત્રા જવા માટે પોતાની ફિટનેસનું મેડિકલ સર્ટિફિકેટ મેળવવું જરૂરી હોય છે.અને આ સર્ટિફિકેટ નવી સિવિલમાંથી મેળવવાનું હોય છે. સિવિલ હોસ્પિટલમાં આવતીકાલે સોમવારથી આ પ્રક્રિયા શરૂ થવાની હતી.પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે સુરત સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા આ પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરતથી દર વર્ષે હજારોની સંખ્યામાં અમરનાથ દાદાના દર્શન માટે યાત્રીઓ જતા હોય છે. અમરનાથની યાત્રા પર જવા માટે યાત્રીઓએ ફરજિયાત સિવિલ હોસ્પિટલમાંથી પોતાનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે. ત્યારે આવનારા સમયમાં અમરનાથ દાદાની શરૂ થનારી યાત્રા માટે આવતીકાલથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં યાત્રીઓને ફિટનેસનું મેડિકલ સર્ટિફિકેટની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મેડિકલ સર્ટિફિકેટ પ્રક્રિયા શરૂ કરવાના એક દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકર દ્વારા આ પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખી હોવાની જાહેરાત કરી છે.
આજ રોજથી અમરનાથ યાત્રા મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી.પરંતુ વર્ષ 2023ના અમરનાથ યાત્રા માટેના કમ્પલસરી હેલ્થ ચેકઅપના ફોર્મેટ હજુ સુધી ઉપલબ્ધ થય નથી. જેથી મેડિકલ ફિટનેસની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. તેમજ જ્યારે આ કામગીરી ચાલુ કરવામાં આવશે તો તેની જાણ તમામ શહેરીજનોને અગાઉ કરી દેવામાં આવશે.
સુરત સિવિલ હોસ્પિટલમાં આજથી શરૂ થનારી અમરનાથ યાત્રા ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું હાલ મોકૂફ
કેન્દ્ર સરકાર તરફથી 2023-24નો ફરમો ન આવતા નિર્ણય લેવાયો
આગામી 30 જૂનથી બાબા અમરનાથ યાત્રા શરૂ થવાની છે
યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજીયાત લેવી પડે છે
સુરત સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 3000 થી 3500 લોકો ફિટનેસ સર્ટિફિકેટ માટે આવે છે
આજથી સિવિલ હોસ્પિટલ 12 નંબર ઓપીડીમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ થવાનો હતો