બાળપણમાં અરીસા સામું જોઈ જેવું આવડે તેવું બોલ બોલ કરતી છોકરી અને કોઈને ખબર ના પડે તેમ નાની ડાયરીમાં કવિતા લખતી છોકરી ને ક્યાં ખબર હતી કે આ શોખ તેને મોટા મંચ પર લઇ જશે,
નામાંકિત લોકોની વચ્ચે તે સતત કોઈ પણ વિષય પર બોલી શકશે, બહુ નાની ઉંમરમાં તેનું સાલ ઓઢાડીને સન્માન થશે. આનંદ થાય છે. માટી સાથે જોડાયેલા એક ખૂબ જ હોનહાર લેખક શૈલેષ પંચાલના પુસ્તકનું વિમોચન કરવાનો અવસર મળ્યો.
સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ હર્ષદ ભાઈ પટેલની ઉપસ્થિતિ અને તેમની સાથે લોકહિતની કેટલીક વાતો કરવાનો અવસર મળ્યો. જેમના ગીતો સાંભળીને હું મોટી થઇ એવા પાશ્વ ગાયક, કલાકાર, અને ઉમદા લેખક અરવિંદભાઈ બારોટ ના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવાનો અવસર મળ્યો.
સાહિત્યના સાધક તેમજ મારા આદર્શ શ્રી રવજીભાઈ ગાબાણી (ક્લાસ વન ઑફિસર ), કુણાલ ગઢવી (સેકશન ઑફિસર્)યુવા લેખક અને યુવાનોની પ્રેરણા, હંમેશા નવોદિત લેખકોને પ્રેરણા આપતા પીઢ સાહિત્યકાર નિરંજન યાજ્ઞિક સાહેબ,શ્રી લીપી ઓઝા, શ્રી ડૉ. નિષાદ ઓઝા, શ્રી મનુજ યોગી, હેલ્થ ચેરમેન શ્રી ભરતભાઈ પટેલ, શ્રી જ્યોતિ આચાર્ય, શ્રી અંકિતા મુલાણી(મોટિવેશનલ સ્પીકર, ઉમદા લેખિકા )શ્રી રમેશ તન્ના સાહેબ(હકારાત્મક વ્યક્તિત્વ અને અદ્ભૂત લેખક )શ્રી લાભુદાન ગઢવી, શ્રી જગદીશભાઈ રથવી વગેરે પ્રતિભાશાળી સાહિત્યકારો સાથે શુભેચ્છા મુલાકાત કરી.
વિશેષમાં મારો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહન આપવા આવેલા અમારા બ્રહ્મસમાજના અગ્રણી શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી(રિટાયર્ડ સરકારી કર્મચારી- પાણી પુરવઠા વિભાગ )અને તેમના મિત્ર જે. કે. પટેલ સર (રીટાયર્ડ આચાર્ય )નો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું.અશ્વિનભાઈએ કહેલું એક વાક્ય હું યાદ રાખીશ કે સમાજને તમારા જેવી પ્રતિભાની જરુર છે… સમાજ માટે અવશ્ય વિચારજો…. 🙏
સૂચિતા ભટ્ટ “કલ્પનાના સૂર “