ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ની જુનિયર ક્લાર્ક (વહીવટી હિસાબ) ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહી છે. ભાવનગર શહેર જિલ્લામાં આ લેખિત પરીક્ષામાં ઉમેદવારોને કોઈપણ જાતની સમસ્યા ઊભી ના થાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા ખુબ જ સંવેદનશીલતા દાખવી હતી.
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓ માટે કોલ લેટર માં પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો ફરજિયાત હોય છે તે સાથે ન હોય એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પરીક્ષાર્થીઓ ની મદદ આવ્યા હતા.
ભાવનગરમાં મીનાબેન કાનાભાઈ આલગોતર કે જેઓ ગોતા અમદાવાદ થી ભાવનગર શહેરની સરકારી ઇજનેર કોલેજ વિદ્યા નગર ખાતે, મેહુલભાઈ છોટાભાઈ મેવાડા સાવરકુંડલા અમરેલી જિલ્લા થી ભાવનગરમાં ઘરશાળા સંસ્થા ખાતે તેમજ સહદેવ સિંહ તખુભા ગોહિલ વિરાટ નગર અમદાવાદ થી વડીયા કોલેજ ભાવનગર ખાતે પરીક્ષા આપવા હાજર રહેલા હતા. ઉમેદવારો માટેની સુચના અનુસાર તેમની પાસે પાસપોર્ટ સાઈઝનો ફોટો ના હોવાનું જાણવા મળતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેમને વાહનમાં તાત્કાલિક ફોટો સ્ટુડિયો લઈ જઈ ફોટો પડાવીને સમયસર પરીક્ષા આપવામાં મદદ કરી હતી.
આમ, પરીક્ષામાં અટવાયેલા તમામ ઉમેદવારોની મદદ કરવાની નવી કાર્યશૈલી અપનાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.