અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે યશપાલ સ્વામી ની સવૉનુમતે વરણી કરાઈ..
આગામી દિવસોમાં પાટણ જિલ્લાના બાકી તાલુકા વાઇઝ સંગઠનોની રચના કરાશે..
પાટણ તા. 9
પાટણના ટેલીફોન એક્સ
ચેન્જ રોડ પર આવેલ સિધ્ધરાજ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના કોન્ફરન્સ હોલ ખાતે રવિવારના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ની પાટણ જિલ્લા ની નવીન સંગઠન ની રચના અર્થે મહત્વની બેઠક અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયા ની રાહબારી હેઠળ રાષ્ટ્રીય સદસ્ય અને ગુજરાત પ્રભારી બાબુલાલ ચૌધરી, ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા, ગુજરાત મંત્રી રામજીભાઈ રાજગોર ના અધ્યક્ષ સ્થાને મળી હતી.
પાટણ ખાતે મળેલી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની બેઠકમાં ઉપસ્થિત જવાબદાર હોદ્દેદારોને પાટણ જિલ્લાના પત્રકારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે પાટણના જાણીતા પત્રકારની સાથે સાથે યુવા સેવાભાવી અગ્રણી યશપાલ સ્વામી ના નામની સવૉનુમતે વરણી ધોષણા કરતાં ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રોએ તેઓની વરણીને સહર્ષ વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવી હતી.
તો પાટણ જિલ્લાના મહામંત્રી તરીકે રાધનપુરના પત્રકાર વિજયભાઈ પરમાર તેમજ આઈટી સેલમાં સંખારીના યુવા પત્રકાર ગોવિંદભાઈ પ્રજાપતિની સવૉનુંમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઈ ભોજક, સાતલપુર તાલુકા પ્રમુખ તરીકે આસ્તિક રાજગોર, સમી-શંખેશ્વર તાલુકા પ્રમુખ તરીકે ગોપાલભાઈ ચૌહાણ ની નિમણુંક કરવામા આવી હતી. અને આગામી દિવસોમાં પાટણ જિલ્લાના બાકી રહેલા તાલુકાના સંગઠનની રચના કરવા માટે પાટણ જિલ્લા ના નવ નિયુક્ત પ્રમુખ યશપાલ સ્વામીને જવાબદારી સોંપવામાં આવી હતી.
પાટણ ખાતે મળેલી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના પ્રભારી બાબુભાઈ ચૌધરી પત્રકાર સુરક્ષા સમિતિની કાર્ય પદ્ધતિ ની જાણકારી આપતાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(રજી.) સંગઠન છે. દરેક પ્રોફેશન નાં રાષ્ટ્રિય સ્તર કે રાજ્ય સ્તરના રજી.સંગઠનો હોય છે જે તેમના પ્રોફેશનલ હિતો ની જાળવણી કરે છે.
દા.ત. ડોકટરો માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન( IMA), બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વગેરે આ રીતે પત્રકારો ની સુરક્ષા નાં વિષય સાથે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ હાલ પત્રકારો નાં હિત માટે રાષ્ટ્રિય સ્તરે કાર્યરત છે,પત્રકારો ને તેમનાં ભયજનક કાર્યક્ષેત્ર ને કારણે અવાર નવાર કાયદાકિય આંટીઘૂંટી ઓ માંથી પસાર થવું પડતું હોય છે
જે બાબત માનસિક અને આર્થિક થકવનારી છે. આવી બાબતોમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં વિદ્વાન કાયદાકિય સલાહકારો કે જે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નાં વકીલો છે તેમનું સુચારુ માર્ગદર્શન પત્રકારો ને મળી શકે છે, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું પ્રધાન કાર્યાલય દિલ્હી ખાતે આવેલું છે જે સરકાર ની સાથે સંકલનમાં રહીને પત્રકારોનાં પ્રશ્નો સરકારનાં વિવિધ મંત્રાલયો સુઘી પહોંચાડી શકે છે,
પત્રકારો અને તેમના પરિવાર નાં સભ્યો માટે સમગ્ર દેશમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સાથે જોડાયેલાં પત્રકારો એક કુટુંબ ની ભાવના સાથે કામ કરે છે જે મુશ્કેલ પરીસ્થિતિ માં ભારતનાં કોઈ પણ ખૂણે મદદરૂપ બની શકે છે દા.ત. કોરોના કાળમાં લોક ડાઉન સમયે છત્તીસગઢ નાં ચંપારણ માં ગુજરાત માંથી યાત્રાએ ગયેલા 300 થી વધું લોકો માટે ત્યાંની અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં પત્રકાર મિત્રોએ લાંબો સમય રહેવા, જમવાની સગવડ કર્યા બાદ તેમને વાહનની વ્યવસ્થા કરી ગુજરાત પહોચાડ્યા,
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં પદાધિકારીઓ જાતી કે કોમ નાં પૂર્વગ્રહો થી ઉપર ઉઠીને માત્ર પત્રકારત્વ ધર્મ માટે સમર્પિત ભાવે કાર્યરત છે, દેશમાં લોકશાહી નાં જતન માટે નિડર અને તટસ્થ પત્રકારત્વ જરૂરી છે જે માત્ર “પત્રકાર સુરક્ષા કાનૂન” થી શક્ય છે.
ભારત નું એક્માત્ર સંગઠન છે જે “પત્રકાર સુરક્ષા કાનૂન” ની માંગ સાથે રાષ્ટ્ર વ્યાપી અભિયાન ચલાવી રહ્યુ છે,પત્રકારો અને તેમના પરિવાર માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એક “પત્રકાર કલ્યાણ નિધી” લાવી રહ્યુ છે જેનાં માધ્યમ થી જરૂરિયાત વાળા પત્રકાર પરિવારોને મદદરૂપ બની શકાય,
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ખાસ કરીને ગ્રામ્ય અને તાલુકા સ્તરે કામ કરતા આંચલિક પત્રકારો માટે વિશેષ ધ્યાન આપવામા આવે છે. આગામી સમયમાં તાલુકા અને જિલ્લા સ્તરે સિનિયર મોસ્ટ નામાંકિત પત્રકારો ની હાજરીમાં પત્રકારત્વના વર્ક શોપ શરુ કરવામાં આવશે,પ્રિન્ટ મીડિયા, ઈલે. મિડિયા ની સાથે સાથે ડિજિટલ મીડિયા નાં પત્રકારો ને પણ નિયમોને આધીન પત્રકાર તરીકે માન્યતા મળે તે હેતુથી વિવિઘ સ્તરે રજૂઆતો કરવામાં આવી રહી છે, ABPSS દ્વારા હાલમા જ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે MOU કરવામાં આવી રહયા છે જેનો પત્રકારો નાં પરિવારજનો ને નિશુલ્ક લાભ મળશે,
ગુજરાત સરકાર સાથે ABPSS નાં પદાધિકારી ઓ નો હકારાત્મક અભિગમ સાથે વાર્તાલાપ ચાલી રહેલ છે જેના દ્વારા પત્રકારો ને અગામી સમયમાં કેટલાંક સારા પરિણામ હાંસલ થશે.
ગુજરાત ના વિવિઘ બેનરો સાથે જોડાયેલા તમામ પત્રકાર મિત્રો ને અનુરોધ કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત માં વિવિઘ જિલ્લાઓમાં ABPSS સંગઠન સંરચના નું કામ ચાલી રહ્યુ છે ત્યારે સમગ્ર દેશમાં 25000 થી વધુ પત્રકારો નાં પરિવાર માં પાટણ જિલ્લો પણ આજે સામેલ થઈને ગુજરાત માં સંગઠન ને મજબૂતી પ્રદાન કરશે તેવી આશા વ્યકત કરી પાટણ જિલ્લાની ટીમ ને શુભેચ્છાઓ પાઠવી હતી….
રિપોર્ટર વિરમસિહ વાઘેલા પાટણ