Entertainment

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જામનગર ખાતે રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર- 2023નું થશે ભવ્ય આયોજન

જામનગર: સૌરાષ્ટ્રમાં પ્રથમવાર મા મીડિયા હાઉસના નેજા હેઠળ જામનગર ખાતે જેપીટીપી સાહિયારે રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર- 2023નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેને અનુરૂપ માહિતી જામનગર ખાતે પ્રેસ પરિષદ દ્વારા મીડિયા મિત્રોને આપવામાં આવી હતી.

સામાન્ય રીતે લોકો પોતાના પ્રિયનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાય તેવી ખેવના રાખતા હોય છે અને લગભગ ઉજવે પણ છે પરંતુ જામનગર ખાતે પોતાના પુત્રનો જન્મદિવસ કાંઈક અનોખી રીતે માનવી નાણાંનો દુરુપયોગ ન કરતા તેજેન્દ્રસિંહ જાડેજા એ તેમના પુત્ર પુષ્પરાજસિંહ જાડેજાના જન્મદિવસે તેના જન્મદિવાસમાં ઉપયોગમાં આવતા નાણાં નો સદુપયોગ કરી જામનગરના એવા સેવાભાવી લોકો કે જેમણે કોરોનાકાળથી માંડી અન્ય દિવસોમાં પણ માનવતાને મહેકાવી છે, તેઓને પુરસ્કૃત કરી સન્માનિત કરવાનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે.

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આગામી 21 એપ્રિલના રોજ સેવન સિઝન રિસોર્ટમાં જામનગર ખાતે માં મીડિયા હાઉસ અને JPTP ના નેજા હેઠળ આયોજક તેજેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર- 2023નું ભવ્ય આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જામનગરના વરિષ્ઠ મહેમનોમાં આંતરાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘના પ્રમુખ પી ટી જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડા, હેમંત ખવા, સહિત એકતાબા સોઢા, પ્રખ્યાત નોબત અખબારના તંત્રી અને અન્ય સન્માનિત સમાજશ્રેષ્ઠીઓ મહેમાન ઉપસ્થિત રહેશે અને ટીવી જગતના પ્રસિદ્ધ અભિનેતા- અભિનેત્રીઓ રાજુકુમાર કનોજીયા, અનુરાધાસિંઘ, નાફે ખાન, સુરીન્દર ઠાકુર, શ્યામલ ભૈયાજી, ડિમ્પલ ચૌધરી અને ધારશી બેરડીયાના હસ્તે માનવતાની મહેક પાથરનાર તમામ મહારથીઓનું સન્માન કરવામાં આવશે

જેમાં રાજ્યભરના વિવિધ મીડિયા પણ સહભાગી બનશે. જે ભવ્ય કાર્યક્રમ વિશે વધુ માહિતી તેજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ઇનાયતખાન પઠાણ દ્વારા પત્રકાર પરિષદ દ્વારા આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *