અમિત પટેલ અંબાજી
દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીમકાર્ડ વેચાણ કરનાર ઈસમ ગ્રાહકના આઈડી પ્રૂફ સાથે ચેડા કરી બનાવટી કસ્ટમર એપ્લિકેશન ફોર્મ (CAF) ભરી સીમકાર્ડ વેચાણ કરતાં એક આરોપીને પકડી પાડતી ટીમ એસઓજી બનાસકાંઠા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર વાત કરવામાં આવે તો અનેક જગ્યાઓએ આવા તત્વો જે આઈડી પ્રૂફ સાથે ચેડા કરી પોતાનું કે અન્ય લોકોનો ફોટો લગાવી ફરજી સીમકાર્ડ વેચતા હોય છે જે આવા આઈડી પ્રૂફમાં પોતાનો અથવા અન્ય વ્યક્તિઓનો ફોટો અપલોડ કરી વેચાણ કરવાની માહિતી મળેલ
જે અનુસંધાને શ્રી જે.આર મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાઓ દ્વારા જિલ્લામાં બનાવટી ફોર્મ બનાવી સીમકાર્ડ વેચાણ કરતા વ્યક્તિઓ વિરોધમાં કાર્યવાહી કરવા સૂચના મળેલ
જે આધારે એસ.ઓ.જી ટીમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા એટીએસ તરફથી આપવામાં આવેલ ડેટા એનાલિસિસ કરી કુલ 170 સીમકાર્ડમાં એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરી કાર્ડનું વેચાણ કરેલ હોય જે દુકાન ધારક હદાયત ફૂટવેર જીતપુર તા.દાંતા જી.બનાસકાંઠે રહેતા હિદાયતભાઈ બશીરભાઈ મેમણ રહે જીતપુર તા.દાંતા જી.બનાસકાંઠા વાળાને પકડી કાયદેસરની કાર્યવાહી કરી દાંતા પોલીસ મથકે સોંપેલ છે…દાંતા પો.સ્ટે. સોંપેલ છે.
@@કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત@@
શ્રીએમ.જે.ચૌધરી,પો.ઈન્સ.એસઓ.જી
શ્રી બી.પી.મેગલાંતર,પો.ઇન્સ.,સાયબર ક્રાઈમ પાલનપુર
શ્રી સી.પી.ચૌધરી,પો.સબ.ઇન્સ સાઇબર ક્રાઈમ પાલનપુર
શ્રી ધનરાજભાઈ,એ.એસ.આઇ.એસ.ઓ.જી
શ્રી વનરાજસિંહ.હેડ.કોન્સ.,એસ.ઓ.જી
શ્રી અલ્પેશકુમાર હેડ કોન્સ.,એસ.ઓ.જી
શ્રી જયપાલ સિંહ પો.કોન્સ., સાઈબર ક્રાઈમ પાલનપુર
શ્રી ગજેન્દ્ર સિંહ,પો.કોન્સ, સાઇબર ક્રાઈમ પાલનપુર
શ્રી રમેશભાઈ,ડ્રા.પો.કૉન્સ., સાઈબર ક્રાઈમ પાલનપુર