કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સૂર્યા ર્એકલવ્ય સૈનિક સ્કૂલમાં આવેલા વિવેકાનંદ સભાગૃહમાં ધોરણ 6 થી 12ના તમામ વિદ્યાર્થીઓ અને સમસ્ત સ્ટાફની ઉપસ્થિતિમાં લેફ્ટ. જનરલ (નિવૃત્ત )અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના School of Internal Security, Defence & Strategic studies ના ડાયરેક્ટર અસિત મિસ્ત્રી અને ( નિવૃત્ત ) બ્રિગેડિયર આર.કે. ગુપ્તા અનેક પ્રવૃત્તિઓથી ધમ ધમી રહેલા PDC કેમ્પની મુલાકાત લીધી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી. સ્કૂલના મેનેજર સંજય વશિષ્ઠજીએ મહેમાનોનો પરિચય કરાવ્યો અને સ્કૂલના ચેરમેન સત્યેન્દ્ર શર્માજીએ કાર્યક્રમના મુખ્ય અતિથિ અસિત મિસ્ત્રી નું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. મુખ્ય અતિથિ અસિત મિસ્ત્રી ને સૈનિક સ્કૂલના કેડેટ્સને સંબોધતાં જણાવ્યું હતું કે અભ્યાસ દરમ્યાન વાંચનનો વિશેષ મહાવરો રાખવો.
દેશ દુનિયાની ખબરોથી અપડેટ રહેવું.સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન બિરાજે છે તેમ કહીને નિત્ય વ્યાયામ અને રમતોમાં સમય ફાળવવા જણાવ્યું હતું. સેનામાં ભરતી થવા માટે શારીરિક ક્ષમતા, પર્સનાલીટી અને સેલ્ફ ડીસીપ્લીન માટે સતત પ્રયત્નશીલ રહેવા કહ્યું હતું.
છેલ્લે વિદ્યાર્થીઓ સાથે હળવાશથી પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓની શિસ્ત એવમ આદર્શ વાતાવરણ જોઈ ખૂબ પ્રશંસા કરી હતી. અતિથિ વિશેષ અસિત મિસ્ત્રી ને સૈનિક સ્કૂલના ઘટક બ્રિગેડિયર આર. કે. ગુપ્તા દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સ્કૂલના ચેરમેન સત્યેન્દ્રજી, મેનેજર સંજય વશિષ્ઠજી, આચાર્ય હાર્દિક જોશી, એડમિનિસ્ટ્રેટર સમરજીત યાદવ, શિક્ષકો અને કર્મચારીઓ હાજર રહીને કાર્યક્રમની સફળતાના સાક્ષી બન્યા હતા.
PDC શિબિરના સંચાલક રોહિતજી એવમ મંચ સંચાલક સ્કૂલના વરિષ્ઠ અધ્યાપક વિષ્ણુભાઈ પટેલ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સ્કુલના આચાર્ય હાર્દિક જોશી આભાર દર્શન કરી આગામી કાર્યક્રમની જરૂરી સૂચનાઓ આપી હતી. કાર્યક્રમ ના અંતે મહેમાનો ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાવી અભિવાદન કરી સૌ આગળના કાર્યક્રમમાં જોડાયા હતા.