નારાયણ વિદ્યાલય ના વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી અને માર્ગદર્શન માટે શાળા દ્વારા ચલાવવામાં આવતાં પારસમણિ પ્રોજેક્ટ અંતર્ગત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ ના બહેનોએ શાળાની મુલાકાત લીધી હતી.
કારકિર્દી અંગે વિદ્યાર્થીઓમાં ઘણા પ્રશ્નો મૂંઝવતા હોય છે. તેઓને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કેવી રીતે બનાવવું, કયા પ્રવાહ જવું, તેમાં આવતી મુશ્કેલીઓ અને તેમનો નીડરતા પુર્વક સામનો કરી સફળતાના શિખરો કઈ રીતે સર કરવા તે અંગે વિદ્યાર્થીઓ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નો અને મૂંઝવણોના માર્ગદર્શન આપતાં સંતોષકારક જવાબો સંસ્કૃતિ ટ્રસ્ટ ના બહેનો દ્વારા અપાતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખુબ જ ખુશ થયા હતા. આ સફળતા ના મંત્રો અને માર્ગદર્શન જીવનમાં ઘણું ઉપયોગી થશે તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
આ પ્રસંગે નારાયણ વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી ભગુભાઈ પ્રજાપતિ એ મુલાકાત બદલ સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક હેમાબેન પટેલ તથા આદરણીય સભ્યશ્રીઓ ઉમા શર્મા, અંજલીબેન, વર્ષાબેેન, અરૃણાબેન, અંશુબેેન, નયનાબેન, તૃપ્તીબેન અને પાયલબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.