વાલિયા તાલુકાના વટારિયા સ્થિત યુપીએલ યુનિવર્સીટીની સ્થાપના ને બાર વર્ષ પુર્ણ થતા અત્યાર સુધી મેળવેલી સિદ્ધિ ઓ અને લક્ષ્યાંકો અંગે માહિતગાર કરવા પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પત્રકાર પરિષદ ને યુનિવર્સીટી ના પ્રમુખ અશોક પંજવાની, બેઇલ કંપનીના ડાયરેક્ટર બી ડી દલવાડી, યુનિવર્સીટીના વડા શ્રીકાંત વાઘ, પ્રિન્સિપાલ સ્નેહલ લોખંડવાલા વિગેરેએ સંબોધી હતી.
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલૉજીએ દક્ષિણ ગુજરાતની ઉચ્ચ શિક્ષણની સાથે દરેક વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં નોકરી આપી તેઓને આત્મનિર્ભર બનાવ્યા છે.
યુપીએલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમત ગમત, સ્પર્ધાત્મક પરીક્ષા, ભારતીય સંસ્કૃતિના વારસાને આવનાર પેઢી માટે જીવંત રાખવા માટે તેમજ તેઓને ભારતના સારા નાગરિક બાનવવા માટે જરૂરી કાર્યક્રમોનું આયોજન કરી તેઓને પ્રોત્સાહિત કર્યા છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.