રાજ્યમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાળવી રાખવા કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદિલી નિવારવામાં ઉપયોગી થાય તે સારૂ સરકારશ્રીનાં ગૃહ વિભાગે સરકારી તથા બિનસરકારી સભ્યોની રાજ્યનાં દરેક જિલ્લાઓમાં કાયમી રીતે એકતા સમિતિની રચના કરવાનું નક્કી કરેલ છે.
ભરૂચ જિલ્લાની જિલ્લા એકતા સમિતિના બિન સરકારી સભ્યશ્રીઓની પસંદગી કરવામાં આવેલ છે.આ હકીકત ધ્યાને લઈ ભરૂચ જીલ્લાની જીલ્લા એકતા સમિતિમાં સરકારી સભ્યશ્રીઓ તથા બિનસરકારી સભ્યશ્રીઓ નો સમાવેશ કરયો છે.
સરકારી સભ્યશ્રીઓમાં અધ્યક્ષશ્રી તરીકે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ભરૂચ તથા સભ્ય શ્રી સર્વ શ્રી પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, સભ્ય સચિવ શ્રી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનો સમાવેશ થાય છે.
બિન સરકારી સભ્યશ્રીઓમાં ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જંબુસર ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી, ઝઘડિયા ધારાસભ્ય શ્રી રીતેષભાઈ વસાવા, ભરૂચ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, શહેરના અગ્રગણય નાગરિક સર્વ શ્રી દિવ્યેશભાઈ ડી પટેલ,શ્રી યોગેશભાઇ એસ પટેલ, અનુસૂચિત જાતિના સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ સુતરિયા, અનુસૂચિત જનજાતિના સભ્ય શ્રી સુભાષભાઈ વસાવા, મહિલા સભ્ય શ્રીમતી દક્ષાબેન જે પટેલ, અન્ય પછાત વર્ગના સભ્ય શ્રી સતીષભાઈ ઓઝા, લઘુમતી કોમના સભ્ય શ્રી ફિરોજભાઈ કે દિવાન, ટ્રેડ યુનિયનના સભ્ય શ્રી ભાવિનભાઈ એસ અમલેશ્વરવાળા, ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય શ્રી પીનાકિન એન કંસારા, પત્રકાર શ્રી ભરતભાઈ ચુડાસમા વગેરેનો સમાવેશ કરાયો છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.