શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ગુજરાત અને દેશનું સૌથી મોટું તીર્થ સ્થળ તરીકે ઓળખાય છે.
આજે 21 જૂનના રોજ સવારે અંબાજી ખાતે વિશાળ સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન કરાયું હતુ. મોટી સંખ્યામાં બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના લોકો જોડાયાં હતાં. આજે 155 જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
અંબાજી જુની કૉલેજ પાસેથી આદીવાસી સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ડીજે બગી સહીત વર કન્યાનો વિશાળ જન સમૂહ નીકળ્યાં ત્યારે અંબાજી ધામ આદીવાસી સમૂહ થી ઉભરાઈ ગયો હતો.
જીએમડીસી મેદાનમાં પણ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સમસ્ત હિંદુ જનજાતિ સમાજ અને હિંદુ સૂરજ મહારાણા પ્રતાપ જન્મોત્સવ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.
વિવિઘ દાતાઓ સહીત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા તમામ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રિપોર્ટ…અમિત પટેલ અંબાજી