પાલનપુર એલસીબી પોલીસના જવાનની સુંદર કામગીરી
બનાસકાંઠા જિલ્લાનું પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે અનેક ગોરખ ધંધા બંધમુઠી ચાલતા હોવાની ચર્ચા અવારનવાર ચકડોળે ચડતી હોય છે જ્યારે ફરી એકવાર અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પોલીસે વરલી મટકાનો જુગાર રમી રમાડતા એક ઇસમ અને આંક લખાવવા આવેલા ગ્રાહકને પકડી પાડી એલસીબી પોલીસે સુંદર કામગીરી કરી છે.
શક્તિપીઠ અંબાજી દાંતા રોડ પર આવેલ રાજપૂત સમાજની ધર્મશાળા સામે એક ઈશમ વરલી મટકાનો જુગાર રમી રમાડતો હોવાની બાતમી એલસીબી જવાનને મળી હતી જે બાતમીના આધારે એલસીબી પોલીસ કર્મચારીએ અંબાજી પોલીસ સ્ટાફના માણસોને સાથે લઈ રાજપુત સમાજ ધર્મશાળા સામે એક ઈસમ વરલી મટકા આકનો જુગાર રમી રમાડતો હતો
જે ઈસમ પાસે અન્ય એક ઈસમ પણ બેસેલો હોય આમ બંને ઇસમોને એલસીબી પોલીસે પકડી પાડી અંગ જડતી તપાસ કરતા તેમની પાસેથી 11,500 રૂપિયા રોકડ સહિત એક મોબાઈલ કુલ જેની કિંમત 2,000 અને એક પેન જેની કિંમત 5 આમ કુલ 13,505 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા એલસીબી પોલીસે મુદ્દા માલ કબજે લઈ બંને આરોપીઓ વિરુદ્ધ અંબાજી પોલીસ મથકે ગુનો નોધી અને વધુ તપાસ હાથ ધરી છે..
કોની રહેમ નજર હેઠળ અંબાજી વિસ્તારમાં ગોરખ ધંધા ફૂલ્યા ફાલ્યા
ગુજરાતમાં અનેક આવા ગોરખ ધંધા ઉપર પાબંદી હોવા છતાં અનેક અસામાજિક તત્વો તંત્રના નાક નીચે ગોરખ ધંધા અંબાજી વિસ્તારમાં કરી પવિત્ર નગરીનું નામ બદનામ કરતા હોય છે
જ્યારે આવા આ સામાજિક તત્વોની સાન ઠેકાણે લાવવા પાલનપુર એલસીબી પોલીસ સુંદર કામગીરી કરતી હોય છે જેને લઇ આવા સામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપેલો જોવા મળતો હોય છે જ્યારે અંબાજી વિસ્તારમાં અનેક વિસ્તારોમાં ગોરખ ધંધા પણ ચાલતા હોવાની લોક મુખે ચર્ચા ચકડોળે ચડી છે..
રિપોર્ટ…અમિત પટેલ અંબાજી .