આપણે સૌ જાણીએ જ છીએ કે કોરોના મહામારી માં લૉકડાઉન ના કારણે તમામ ધંધા રોજગાર સદંતર બંધ હતા,
સમયાંતરે જેમ જેમ અનલૉક 1,2,3 અને 4 જાહેર થતા ગયા તેમ તેમ નાના-મોટા ઉદ્યોગ,ધંધા-રોજગાર શરૂ થતા ગયા પરંતું કલા જગત પુનઃ ધબકતું થયું નથી,
હું સંગીત કલાકાર સંગઠન ના માધ્યમ થી ગુજરાત ના તમામ કલા જગત ના કસબીઓ તેમજ આ સાથે સંકળાયેલ સાઉન્ડ,લાઇટ,ડેકોરેશન…..વિગેરે ના કામ ફરી શરૂ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ને તા.10-7-2020 ના રોજ લેખીત વિનંતી પત્ર આપેલ હતો,ત્યાર બાદ તા.25-8-2020 ના રોજ અધ્યક્ષશ્રી સી.આર પાટીલ સાહેબ ને, મુખ્યમંત્રી શ્રી ને ફરીથી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ને તથા યુવા સાંસ્કૃતિક વિભાગ માં શ્રી ઇશ્વરભાઇ પટેલ સાહેબ ને પત્ર લખી કલા જગત ના ધંધા રોજગાર શરૂ કરવા વિનંતી કરેલી.
સાથે સાથે વિશ્વ માં થી કોરોના મહામારી નો ઝડપથી નાશ થાય અને કલા જગત પુનઃ ધબકતું થાય તે માટે સંગીત કલાકાર સંગઠન અને સાથે બીજી 9 સંસ્થાઓ એ સાથે મળીને “મા સરસ્વતી મહામંત્ર અખંડ જાપ” નું આયોજન કરેલ હતુ જે એક ઐતિહાસિક ઘટના બની રહી…..
ન ભૂતો, ન ભવિષ્યતી…..
સવારે 9 થી રાત્રે 9 કલાક સુધી અખંડ મંત્ર જાપ….
૧, સંગીત કલાકાર સંગઠન
૨, ગુજરાતી ફિલ્મ ફ્રેટરનિટી
૩,ઓલ મ્યુઝિક આર્ટીસ્ટ ફાઉન્ડેશન
૪,મ્યુઝિક આર્ટીસ્ટ રીક્રીએશન ક્લબ
૫,ગુજરાતી ફિલ્મ ટેલીવિઝન એન્ડ ઇવેન્ટ એસોસીએશન
૬,સાઉન્ડ & સ્ટેજ લાઇટ્સ ઓનર એસોસિએશન રાજકોટ
૭,સ્વરમ ફાઉન્ડેશન: પાટણ
૮,મ્યુઝીક એલાઇન્સ એસોસિએશન : જામનગર
૯,ડાઇવર્સિટી કલ્ચરલ એસોસિએશન : ઇન્ડીયા – કેનેડા
૧૦,મહેસાણા સાઉન્ડ એસોસિએશન ઉપરોક્ત 10 સંસ્થાઓ દ્વારા અદ્ભૂત આયોજન અમદાવાદ, પાટણ, મહેસાણા અને વડોદરા ખાતે કર્યું ….. જેમાં અમદાવાદ ખાતે ગુજરાત ના 72 નામી ગાયક-ગાયિકાઓ અને 48 રીધમીસ્ટો એ સહકાર આપ્યો હતો
આ દરમિયાન માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ નું એક ન્યુઝ ચેનલ પર નિવેદન સાંભળી નવરાત્રી ના આયોજન અંગે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે એ જણાવતા જ કલા જગત માં એક આશા જન્મી છે…..
હવે શક્ય એટલી વહેલી તકે સરકાર શ્રી દ્વારા નવરાત્રિ માટે નાના શેરી ગરબા, સોસાયટીના નાના ગરબા ના આયોજનો તથા કલા જગત ના ધંધા રોજગાર ચોક્કસ ગાઇડ લાઇન સાથે તાત્કાલિક ધોરણે શરૂ થાય તો અતિ જરૂરીયાત મંદો ને જીવન નિર્વાહ માં તકલીફ ન પડે.
સરકાર જે નિર્ણય કરશે તે અમને શીરોમાન્ય છે.અને સરકાર શ્રી ને પણ વિનંતી કે કલા જગત ના અતિ જરૂરીયાત મંદોની હાલ ની પરિસ્થિતિ સમજી કલાકારો ની આવક શરૂ થાય તેવો કોઇ હકારાત્મક નિર્ણય ત્વરીત લે… કલા જગત હંમેશા સરકાર ની સાથે છે અને રહેશે… ધન્યવાદ…
જય કલાકાર….. જય સંગઠન…..
ચંદ્રવદન ડી ચોકસી (ચંદ્રેશ સોની)પ્રમુખ સંગીત કલાકાર સંગઠન, ગાંધીનગર જી એક્સપ્રેસ ની ખાસ મુલાકાત