– સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો મંત્ર સાર્થક
– ભરૂચ જિલ્લા ભાજપ એક મહિના સુધી જન જન વચ્ચે જઈ અદ્વિતીય વિકાસની ફલશ્રુતિ રજૂ કરશે
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારના 9 વર્ષની વિકાસગાથાની ફલશ્રુતિ ભરૂચ જિલ્લામાં પણ જનજન સુધી પોહચાડવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.
ભરૂચ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પ્રારંભે યશશ્વી વડાપ્રધાનના વડપણમાં 9 વર્ષની સાફલય ગાથાની જિલ્લામાં આગામી એક મહિના સુધી થનારી ઉજવણીની રૂપરેખા રજૂ કરી હતી.
ભવિષ્યના ભારતના નિર્માણમાં યોગદાન આપતા યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વના નવ વર્ષની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં સંપર્કથી સમર્થન, વિકાસ તીર્થ, લાભાર્થી સંમેલન, વેપારી સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, સંયુક્ત મોરચા, યોગ દિવસ બુથ સુધી ઉજવણી, સિનિયર નેતાઓ સાથે ભોજન અને ગોષ્ઠી, હર ઘર સંપર્ક અભિયાન અને લોકસભાનું મહાસમેલન યોજાનાર છે.
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ 9 વર્ષની વિકાસ ગાથા અને આગામી સમયમાં વિકાસ કૂચની વિસ્તૃત માહિતી આપી હતી.
નવ વર્ષમાં જનજનના વિકાસ વચ્ચે ઐતિહાસિક સિદ્ધિઓ થકી દેશને આત્મનિર્ભર બનાવવાની નેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાકાર કરી હોવાનું તેમણે ગર્વ સાથે કહ્યું હતું.
સિધ્ધિઓમાં પ્રધાનમંત્રી આવાસ, શોચાલય, આયુષ્યમાંન ભારત, નલ સે જલ યોજના, કિસાન સન્માન નિધિ, સિંચાઈ, સૂર્ય ઉર્જા, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, સમૃદ્ધ દેશ અને દેશવાસીઓ , આત્મનિર્ભર ભારત બનાવવા તરફ મોદી સરકાર અને સ્કિલ ઇન્ડિયા સહિતના વિશ્વભરે નોંધ લીધેલા કેટલાક સીમાચિહ્ન રૂપ વિકાસ કાર્યો ગણાવ્યા હતા.
દેશ માટે મહત્વના એવા રામ મંદિર નિર્માણ, અખંડ ભારત માટે 370 ની કલમ નાબુદીને પણ આ તબક્કે કેવી રીતે વિસરાય.
ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સર્વાંગી વિકાસ કામો અને સશક્ત નિર્ણયો થકી આજે વિશ્વ ભારતની સન્માન સાથે નોંધ લઈ રહ્યું હોય જેને મહામૂલી સિદ્ધિ ગણાવી હતી.
નવ વર્ષના સરકારે કરેલા કાર્યોનો હિસાબ ભરૂચ જિલ્લામાં એક મહિનાના કાર્યકમોમાં અપાશે. ભારત એ દુનિયાની 5 મી ઇકોનોમી બની ગઈ છે. પ્રવાસન, માળખાકીય વિકાસ, રોડ રસ્તા તમામ ક્ષેત્રે ભારત સરકારે કરેલા વિકાસનો જનતા વચ્ચે જઈ એક મહિના સુધી હિસાબ અપાશે તેમ અંતમાં ધારાસભ્યએ ઉમેર્યું હતું.
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રત્યેક જનજનની દરકાર લીધી હોવાનું કહ્યું હતું. અનેક પ્રજાલક્ષી યોજના વિકાસ કામો અને નીતિઓને લઈ વિશ્વના તમામ દેશો ભારતને આજે નતમસ્તક જોઈ રહ્યા હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો.
નવ વર્ષના અદ્વિતીય સફળ શાસનમાં ભરૂચ જિલ્લામાં પણ પ્રજા વચ્ચે જઈ આ સિદ્ધિઓ અને વિકાસકામોની ફલશ્રુતિ રજૂ કરાશે. 9 વર્ષ દરમ્યાન કેન્દ્રની ભાજપા સરકારે કરેલ કાર્યોની ઝાંખી વિવિધ કાર્યક્રમો 30 મે 2023 થી 30 જૂન સુધી યોજી આપવામાં આવશે.
પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખભાઈ વસાવા, પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદભાઈ પટેલ, ફતેસંગ ગોહિલ, ધર્મેશ મિસ્ત્રી સહિત આગેવાનો, પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી ની ભારતીય જનતા પક્ષની સરકારને નવ વર્ષ પૂર્ણ થયાની ઉપલબ્ધીઓ જનતા સુધી પોહચી છે. એવા અનેક લાભાર્થીઓ નો સંપર્ક અને કરેલા કામો જનતા સુધી પોંહચાડવા મહાજન સંપર્ક અભિયાન ૧ મહિના સુધી લોકસભા વિસ્તારોમાં ચાલુ કરવામાં આવશે.
નવા સંસદભવન નું ઉદ્ધઘાટન દેશના લોકપ્રિય યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી નું એક ઐતિહાસિક પગલું છે. મારે ગૌરવ સાથે કહેવાનું મન થાય છે, કે ભરૂચના સંસદસંભ્ય ભરૂચ જિલ્લાની પ્રજાના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાનું થયું,
આ ઐતિહાસિક પ્રસંગ નવા સંસદ ભવનમાં સ્પીકરની બાજુમાં પવિત્ર સેંગોલ ને પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. સેંગોલ ભારત વર્ષના મહાન ચૌલ સામ્રાજ્ય માં કર્તવ્ય પથ, સેવા પથ, રાષ્ટ્ર પથ નું પ્રતીક હતું.
નવા સંસદભવન માં દેશની મહાન સંસ્કૃતિના દર્શન થશે, સેન્ટ્રલ કોરિડોર માં સ્થાપિત સમુદ્રમંથન ની કલાકૃતિ,ચાણક્ય ડો.ભીમરાવ આંબેડકર,સરદાર વલ્લભભાઈ પટેલ,મહાત્મા ગાં સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ,હીન અનેક માપુરુષોની મોટી તસવીરો પણ સ્થાપિત કરી છે, (સમુદ્રમંથન ) આવનારા ભવિષ્યને ધ્યાન માં રાખી મહાન સંતો ને પણ સંસદમાં સ્થાન અપાયું છે.
નવા સંસદ ભવનમાં ૫૪૩ સંસદસભ્યોની સીટો ને સ્થાને ૮૮૮ સંસદસભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા છે,રાજ્યસભાના ૨૫૦ ને બદલે ૩૮૪ સંસદસભ્યો બેસી શકશે.નવા સંસદ ભવનમાં ધરતીકંપથી બચવા તમામ પ્રકારની સુરક્ષા થી સજ્જ ભવન બન્યું છે, નવા સંસદભવનમાં નવી ટેક્નોલોજી થી સંસદની કાર્યવાહી થી કામ થશે.
સમુદ્રમંશન ની કલાકૃતિ થી દેશમાં અમૂતકાળમાં વિવિધ વિષયો પર વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી દેશને પ્રધાન મંત્રી સમૃદ્ધ ભારત શ્રેષ્ઠભારત,આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે,અને તે માટે ગરીબ થી માડી મધ્યમવર્ગ માટે કશાન સન્માન નિધિ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી આવાસ યોજના સૌચાલયો પ્રધાન મંત્રી સિંચાઈ કુસુમ યોજના,શુદ્ધ પીવાના પાણી માટે નળ સે જળ યોજના પ્રધાન મંત્રી સડક યોજના મુદ્રા બેન્ક સહીત અનેક બેંકેબલ યોજનાખો,એપ્રેસ હાઇવે, બુલેટ ટ્રેન સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ ક્ષેત્રે મોટી સિદ્ધિ દેશની સરહદો સલામત,કાયદો અને વ્યવસ્થા મજબૂત,દેશ વિદેશ સાથેના મજબૂત સબંધો ના કારણે વેપાર ઉદ્યોગમાં પ્રગતિ લાખો દેશવાસીઓના આસ્થાનું કેન્દ્ર અયોધ્યા નું રામ મંદિરનું નિર્માણ, ૩૭૦ ની કલમ,અખંડભારત નું સ્વપ્ન તરફ એક કદમ.
ભાવેશ મુલાણી, ભરૂચ.