કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા ચેક રીટન કેસના આરોપીને તેના વિરુદ્ધનો ફરિયાદીનો કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે આરોપીને વળતર પેટે પૂરેપૂરી રકમ ચૂકવવા અને એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો દાખલારૂપ ચુકાદો આપતાં મોડાસા વિસ્તારમાં દાખલો બેઠો છે.
ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ મોડાસાની અદાલતમાં મોડાસાના રહીશ પટેલ અંકિતકુમાર મહેન્દ્રભાઈએ વર્ષ 2019માં સામેવાળા હિતેન્દ્રકુમાર દીનુપ્રસાદ જોશી રહે. મોડાસાને ઉછીના આપેલા રૂપિયા પરત નહીં આપતાં અને તેઓએ આપેલો ચેક ખાતામાં પૂરતી રકમ ન હોવાથી બાઉન્સ થતાં ફરિયાદીએ મોડાસાની અદાલતમાં આરોપી સામે ચેક પાછો ફરવાના ગુનાની ફરિયાદ દાખલ કરતાં
આ કેસ એડી જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ. મોડાસાની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી તરફે વિદ્વાન વકીલ ડી આર મહેતાએ ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કરતાં નામદાર અદાલતે મોડાસાના આરોપી હિતેન્દ્રકુમાર દીનુપ્રસાદ જોશીને ગુનેગાર ઠરાવી એક વર્ષની સાદી કેદ વળતર પેટે 8,00,000/- લાખ રૂપિયા ફરિયાદીને 30 દિવસમાં ચુકવી આપવા અને જો આરોપી વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારવાનો હુકમ કરેલ છે..