કચ્છ: કચ્છ ખાતે સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરને પગલે આગોતરી આયોજન માટે મામલતદાર કચેરી, નલિયા ખાતે રાજ્યના શિક્ષણમંત્રી અને આરોગ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરી વાવાઝોડાની પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો.
આ ઉપરાંત સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરને પગલે મામલતદાર કચેરી, નલિયા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા એ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ સુરક્ષાને લગતા અન્ય વ્યવસ્થાપન અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
અત્રે સંભવિત બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ પર નજર રાખવા અને તેને પહોંચી વળવા વિવિધ મંત્રીશ્રીઓએ જે તે જિલ્લામાં કમાન સાંભળી છે ત્યારે કચ્છ ખાતે આ બંને મંત્રી સતત વાવાઝોડાની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને હરપળની માહિતી મેળવી રહ્યા છે.