ગુજરાતના રાજ્યપાલ શ્રી 17 જુને આ અગ્રવાલ બિઝનેસ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરશે
શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા(SAVM) ગુજરાત દ્વારા પ્રથમ વખત ગુજરાતમાં બિઝનેસ કોનક્લેવ નું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે નારાયણી હાઇટ્સ હોટેલ માં આ કાર્યક્રમ યોજવામાં આવશે
ગુજરાતના અગ્રવાલ સમાજનું સશક્તિકરણ કરવા અને સંગઠન મજબૂત બનાવવા માટે તેમજ અગ્રવાલ સમાજના વેપારીઓ ઉદ્યોગપતિઓને અને સ્ટાર્ટ અપ ને એક સ્ટેજ પર લાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે
આ બિઝનેસ કોનકલેવ માં ગુજરાતના મોટાભાગના અગ્રવાલ બિઝનેસ લીડર્સ, ઇન્વેસ્ટર્સ, પ્રોફેશનલ અને અન્ય મહાનુભવો હાજર રહેશે આ બિઝનેસ કોનક્લેવ માં ઇન્વેસ્ટર માટે તેમજ નવા સ્ટાર્ટ અપ કરનારા એન્ટરપ્રેનીયોર માટે એક સારું પ્લેટફોર્મ મળી રહેશે.
અગ્રવાલ વિકાસ મહાસભાની યુવાવિંગ અને મહિલા વિંગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના અગ્રવાલ સમાજના યુવાઓ અને મહિલાઓ ખૂબ જ મહેનત કરીને આ બિઝનેસ કોનક્લેવ નું આયોજન કરી રહ્યા છે
આ બિઝનેસ કોનક્લેવ માં વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આકર્ષક પેનલ દ્વારા ચર્ચાઓ, ગ્રુપ ચર્ચા, ઇનોવેટિવ પ્રોડક્ટસ અને સર્વિસ પ્રદર્શન કરવા માટે સ્ટોલ પણ લગાવવામાં આવશે તેમજ ઉદ્યોગોના નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવશે, ચર્ચાઓ કરવામાં આવશે, સાથે સાથે તેમાં નેવિગેટિવ ચેન્જીંગ ડાયનામિક્સ ઓફ બિઝનેસ ઇમ્પેક્ટ, ઇન્ટેલેકચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ ,સેફગાર્ડ ઓફ બિઝનેસ અગેન્સ્ટ ન્યુ એજ ફ્રોડ્સ, ઈમ્પોર્ટન્ટ ઓફ બ્રાન્ડિંગ, યુટીલાઈઝીંગ ડિજિટલ માર્કેટિંગ, જેવી રોમાંચક પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું છે
આ બિઝનેસ કોંકલેવ માં મોટીવેશનલ સ્પીકર અને લાઇફ કોચ સંજય રાવલ પણ પોતાની ખાસ સ્પીચ આપશે તેમજ સી.એ. ઉત્તમ પ્રકાશ અગ્રવાલ આઈસીએઆઈના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને યુપીએસસીએ ના સ્થાપક સી.એ. સ્નેહલ દેસાઈ, ડીડીબી મુદ્રા ગ્રુપના મહાવીર સિંઘલ, ફર્સ્ટ મીડિયાના સીઈઓ અમિત ખેતાન જેવા મહાનુભાવો પણ સ્પીચ આપશે.
આ કોનક્લેવ માં ફંડિંગ ઇનફાસ્ટ્રક્ચર અને ટેલેન્ટના પડકારો હલ કરવા માટે સ્થાનિક ઉદ્યોગ સાહસિકતા અને ઇનોવેશન પર ધ્યાન આપવામાં આવ્યું છે તેમજ બિઝનેસ ફ્રેન્ચાઇઝીના વિસ્તરણ માટેના પ્લેટફોર્મ તથા ઇન્વેસ્ટર અને સ્ટાર્ટઅપ વચ્ચે અને બિઝનેસ પ્રમોશન માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે સાથે સાથે સ્કીલ ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા તેમજ એમએસએમઇ માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી પણ આપવામાં આવશે. આ માહિતી આ કાર્યક્રમમાં આવનાર લોકોને ખૂબ જ ઉપયોગી નીવડશે.
અંબાજી પ્રહલાદ પૂજારી