G-20 દેશોની બેઠક અંતર્ગત વિવિધ પ્રદર્શન કર્યું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
G-20 અંતર્ગત જિલ્લાકક્ષાની ચિંતન શિબિર અને પ્રદર્શન
G-20 દેશોની બેઠક સંદર્ભે ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી અધ્યક્ષીય સ્થાન ભારત પાસે છે. જે અનુસંધાને 01-06-2023 થી 15-06-2023 દરમિયાન જિલ્લામાં એસએમસી જાગૃતિ બેઠક, વાલી શિક્ષક, મીટીંગ, વૃક્ષારોપણ, વોલ પેઇન્ટિંગ, કાવ્યપઠણ, વકૃત્વ સ્પર્ધા, સાયકલ રેલી, રંગોળી સ્પર્ધા, સમર કેમ્પ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી.
જેમાં જિલ્લાની ૧૭૪૪ શાળાઓના 2.25 લાખ બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું 22-6-2023 ના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી હર્ષદભાઈ ચૌધરી તથા જિલ્લા શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવી તથા ડાયટ પ્રાચાર્ય કે.ટી. પોરાણીયાના માર્ગદર્શન હેઠળ G-20 જનભાગીદારી કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની નિપુણ ભારત (FLN) અંતર્ગત ચિંતન શિબિર અને તાલુકાની શ્રેષ્ઠપ્રવૃત્તિ અને પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાનમાં તાલુકાની શાળાઓમાં અમલીકૃત અધ્યયન- અધ્યાપનની બેસ્ટ પ્રેકટીસીઝ અને સ્થાનિક ટીએલએમ નું એક દિવસીય પ્રદર્શન યોજવામાં આવ્યું.
જેનો લાભ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બીઆરસી, બી આર પી પ્રજ્ઞા, સી.આર.સી અને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા લેવામાં આવેલ જેમાં નીપુણ ભારત(FLN) સંદર્ભે રોડમેપ તૈયાર કરવામાં આવે રાજ્યકક્ષા દ્વારા તૈયાર કરવામાં આવેલ નીપુણ ભારતના બ્રોશરનું લોન્ચિંગ કરવામાં આવે.
ડાયટ ના સિનિયર લેકચર અશ્વિનભાઈ તેમજ પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિંમતનગર સુરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિ રહેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી કોર્ડીનેટર પિયુષભાઈ અને શૈલેષભાઈ વ્યાસ જિલ્લા કોઓર્ડીનેટર, સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવેલ