આજરોજ અંકલેશ્વર પ્રતિન ચોકડી ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા તંત્ર ને જગાડવા સદભાવના તથા સદબુદ્ધિ કાર્યક્રમ રાખ્યો હતો, કાર્યક્રમ ના પહેલા જ જિલ્લા યુવા કોંગ્રેસ ના મહામંત્રી ની એમની દુકાન ખાતે થી અટકાયત કરી શહેર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા હતા,
દિવસે દિવસે વધતા અકસ્મતોના બનાવો જેમાં છેલ્લા મહિના માં 20 થી વધુ બનાવો બન્યા છે જેમાં અનેકો લોક ઘાયલ થયા જયારે કેટલાક આશાસ્પદ યુવાનોનું જે પોતાના પરિવારના આધારસ્તંભ હતા તેવા લોકોનું મૃત્યુ નીપજ્યું છે, નર્મદા મૈયા બ્રિજના પાંચ થી વધુ લાઈટ થાંબલાઓ બેફામ અકસ્માતને કારણે તૂટી ગયા છે.
વધતા અકસ્માતોના કારણે ગઈ કાલે કલેકટરશ્રી દ્વારા પ્રતિ કલાક 40 કિમિ ની ગતિમર્યાદા નો જાહેરનામો બહાર પડાયો છે પરંતુ તેના પર કેટલું અમલીકરણ થશે તે જોવું રહ્યું કારણ કે ભૂતકાળ માં આવા પ્રકારના જાહેરનામાં બહાર પડાયા છે જેમાં મોટા વાહનો સદંતર બંદ કરવામાં આવ્યા હતા છતાંય કેટલીક મોટી ગાડીઓના વિડિઓ સોસીયલ મીડિયા દ્વારા વાયરલ થયા હતા, પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા સાથે વાત કરતા એમણે જણાવાયું હતું કે અમે મૃતક ને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખેલ હોય સરકાર તાનાશાહ નીતિ અપનાવી કાર્યક્રમ ના થાય તે હેતુ થી અમને કાર્યક્રમ પેહલા જ નજરકેદ કરવામાં આવે
આવી અંગ્રેજ઼ગીરી નીતિનો અમે સખત શબ્દો માં વખોડીયે છીએ કલેકટરશ્રીના જાહેરનામાને અમે પ્રજાહિત તરીકે આવકારીએ છીએ પરંતુ ગતિમર્યાદા માપવા માટે ટ્રાફિક જવાનો નહિ પરંતુ ગતિ માપવાના સેન્સરો લગાડવામાં આવે જેથી જાહેરનામાનો અસરકારક અમલીકરણ થાય, મોટા વાહનો સદંતર બંદ કરવામાં આવે અને પોલીસને એના પર કડક અમલ કરાવવા હુકમ કરવામાં આવે,
જયારે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા એ જણાવ્યું હતું કે ગડખોલ બ્રિજ પર લાઈટ ના અભાવે અકસ્માતો વધે છે તેમજ ઓએનજીસી નો બ્રિજ નું કામ ચાલુ હોવાથી ગડખોલ બ્રિજ પર ટ્રાફિકનો ભારણ વધ્યું છે જેથી તંત્ર દ્વારા જરૂરી પગલાં લઇ સમસ્યાઓનું વહેલી ટકે નિવારણ લાવવું જોઈએ, આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ના પ્રમુખ શરીફ કાનુગા, ઇકબાલ ગોરી, પ્રતીક કાયસ્થ, સ્પંદન પટેલ, વિનય વસાવા, સચિન મોદી, ધર્મેન્દ્રસિંહ સંગલોટ, ઉત્તમ પરમાર, સુનિલ વસાવા, જેક મુલ્લા, હુમૈદ સૈયેદ, વિગેરે આગેવાનો તથા કાર્યકરોની અટકાયત કરાયી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.