‘આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ-ગુજરાત’ ની શરૂઆત જુલાઈ ૨૦૨૦ માં થઈ હતી, જે આજે ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂરા કરેલ છે. ડિજિટલ પ્લેટફોર્મ ઉપર શરૂ થયેલું આ ગ્રુપ આજે એક વિશાળ વટ વૃક્ષ સમાન આશરે ૫૦,૦૦૦ જેટલા સભ્યોનો પરીવાર બની ગયું છે..
સમાજમાં પરસ્પર સંપ, સેવા અને સહકારની ભાવનાથી ‘સશક્ત સમાજ હતી સશક્ત રાષ્ટ્ર ના નિર્માણ’ હેતુ આ ગ્રુપ સામાજિક એકતા અને જાગૃતિ, પરસ્પર સંપ અને સહકાર, શિક્ષણ અને આરોગ્ય જાગૃતિ, પ્રતિભા ઓળખ અને સન્માન, પર્યાવરણ જાગૃતિ, વ્યસનમુક્તિ, જેવા કાર્યો સમગ્ર ગુજરાતમાં આયોજન કરે છે અને ભવિષ્યમાં એક આદર્શરૂપ સમાજવ્યવસ્થા નિર્માણ કરવા કટિબદ્ધ છે. હજુ પણ સમગ્ર વિશ્વમાંથી ગુજરાત આહીર સમાજના વધુ લોકોને એક સામાજિક યજ્ઞ સમાન આ ગ્રુપમાં જોડાવા માટે આહવાન કર્યું છે…
રાજ્ય કોરકમિટી અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ હેરભા, એડમીન ટીમ શ્રી આર.જે.રામ, શ્રી મથુરભાઈ બલદાણીયા, શ્રી સંજયભાઈ છૈયા વગેરેએ સમગ્ર કોરકમિટી, સમગ્ર કન્વીનર્સ ટીમ, સોશિયલ મીડિયા ટીમ સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર આપનાર સૌ જ્ઞાતિજનો, મિત્રો, પ્રેસમીડિયામાં મિત્રો સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો..
રિપોર્ટર આહીર કાળુભાઇ દીવ