વડોદરા ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ ઉત્સવ ટેલેન્ટ એવોર્ડ 2023 માં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલના મૂળ વતની અને વિકલાંગ માતાના દીકરા પુરવકુમાર પિયુષભાઈએ મધર વિષય પર અંગ્રેજીમાં સ્પીચ આપીને ટ્રોફી તથા સન્માન પત્ર મેળવી ગૌરવ હાંસલ કર્યું છે.
બાયડની તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ 3 માં અભ્યાસ કરતા પૂર્વકુમાર પિયુષભાઈએ પંડિત દિનદયાલ હોલ વડોદરા ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ ઉત્સવ પેલેન્ટ એવોર્ડ 2023 માં મધર વિષય પર અંગ્રેજીમાં સ્પીચ આપીને સન્માનપત્ર તથા ટ્રોફી મેળવવા હકદાર બન્યા છે
આ કાર્યક્રમમાં અનેક નામી અનામી કલાકારોએ ભાગ લીધો હતો
ગુજરાત ગૌરવ ઉત્સવ ટેલેન્ટ એવોર્ડ 2023 માં અરવલ્લી જિલ્લાનું ગૌરવ બનનાર પુરવકુમારે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો યોજાવા જોઈએ જેથી અમારા જેવા નાના બાળકોની અંદર પડેલી સુષુપ્ત શક્તિને બહાર લાવી ટેલેન્ટ બતાવીને પોતાના ભવિષ્યનો રાહ નક્કી કરવાનો મોકો મળે.
વડોદરામાં ટેલેન્ટ બતાવીને ટ્રોફીથી સન્માનિત થયેલા પુરવકુમારને સમગ્ર સમાજે અને શાળા પરિવારે અભિનંદન પાઠવતાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો.