શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે અંબાજી નજીક પહાડ ની વચ્ચે સરસ્વતી નદી અહીંથી નીકળીને આગળ જાય છે હાલ શ્રાવણ માસમાં ભક્તો દર્શન કરવા પણ આવતા હોય છે
ત્યારે ભક્તો કોટેશ્વર ની સાથે સાથે અંબાજી ખાતે પણ દર્શન કરવા આવતા હોય છે આજે હરિયાણાના મૂળ વતની અને હરિયાણા પોલીસ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવતા ડોક્ટર આર.સી.મિશ્રા માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી મંદિરના ગર્ભગૃહ માં તેમને વીઆઇપી દર્શન કર્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરાયું હતું અંબાજી મંદિરની ગાદીમા ભટ્ટજી મારાજે પણ તેમને કુમકુમ તિલક કરીને રક્ષા કવચ બાંધ્યું હતું.
@@ અંબાજી મંદિરમાં વિશેષ પૂજા કરી @@
આજે અંબાજી દર્શન કરવા આવેલા ડોક્ટર આર.સી.મિશ્રા મા અંબાના અનન્ય ભક્ત છે. મંદિરના ગર્ભગૃહમાં તેમણે તેમની પત્ની સાથે વિશેષ પૂજા કરી હતી અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મય ઠાકર દ્વારા પૂજા કરાઇ હતી.Dr.આર.સી.મિશ્રા,ADGP હરિયાણા મા આંબાના પરમ ભક્ત છે ને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે અને માતાજીનો હુકમ થયો એટલે તેઓ દર્શન કરવા આવ્યા હતા.
રિપોટ અમિત પટેલ અંબાજી