સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “સ્વચ્છતા હી સેવા“ અભિયાનમાં રાજ્યના નાગરિકો હર્ષભેર જોડાઇ રહ્યાં છે આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા“ અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવશે.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા. ૬ થી ૧૧ નવેમ્બર ફ્લાયઓવર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સફાઇ, ગ્રામ્ય વિસ્તારોમાં ગાંડા બાવળનું પૃનિંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.
અત્રે નોંધનીય છે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ ફ્લાયઓવર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનની સફાઈની સાથે તા. ૧૨ નવેમ્બરના પોલીસ સ્ટેશનો, પોલીસ લાઇન, કોર્ટ સંકૂલ અને સરકારી રહેણાંકની વસાહતો વગેરેની સાફ-સફાઈ કરવામાં આવશે.