શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
અંબાજી મંદિર પર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમા દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે અંબાજી થી 3 કિલોમીટર દુર આવેલા ગબ્બર પર્વત તળેટી ખાતે આવેલા કાળ ભૈરવ મંદિર અને માતાજીની ગાદી ખાતે વિશ્વ કલ્યાણ માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ગબ્બર માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે, ત્યારે અંબાજી આવતા માઇ ભક્તો ગબ્બર પર્વતના દર્શન કરવા અચુક જતા હોય છે,ત્યારે ગબ્બર પર્વત તળેટી ખાતે આવેલા કાળ ભૈરવ મંદિર અને માતાજીની ગાદી પર વિશ્વ કલ્યાણ માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં કાળ ભૈરવ મંદિરના બાપુ પૂર્ણાનંદ ગીરી બાપુ ખાસ હાજર રહ્યા હતા.વિદ્વાન બ્રાહ્મણ અને હવન મા યજમાન જોડાઈ કાળ ભૈરવ દાદા કી જય અને કાળ ભૈરવ જય ના મંત્રોચાર કરાયા હતા. દર વર્ષે દિવાળીના પર્વમાં વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ યોજાય છે.
:- નિરંજની અખાડા નુ મંદીર છે કાળ ભૈરવ મંદિર :-
ગબ્બર પર્વત તળેટી ખાતે આવેલું કાળ ભૈરવ મંદિર અને માતાજીની ગાદી હસ્તક મંદીરનો વહીવટ નિરંજની અખાડા દ્વારા કરવામાં આવે છે. આ મંદિર મા વર્ષ દરમિયાન અનેક પુજા અને હવન શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરાય છે અને જે પુજા હવન વિશ્વ કલ્યાણ માટે કરાતા હોય છે.
અંબાજી પ્રહલાદ પૂજારી