Latest

રૂ.૫.૫૬ કરોડના ખર્ચે માંડવી પોલીસ સ્ટેશનના મકાનનું ખાતમુહુર્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરતના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે રૂ.૫.૫૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર માંડવી પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે થયું હતું. જેનાથી માંડવી તાલુકાના ૧૪૯ ગામના લોકોને ફાયદો થશે.

આ પ્રસંગે મંત્રીએ માંડવી વિધાનસભા મતવિસ્તારમાં માંડવી તથા સોનગઢ એમ બે પોલીસ સ્ટેશન મંજૂર કરવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ બન્ને પોલીસ સ્ટેશનો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. સાથે તડકેશ્વર અને કિમ ચોકડી વિસ્તારમાં બનતા બનાવોને ધ્યાને રાખીને વર્તમાન વર્ષે ઝંખવાવ ખાતે ડીવાય.એસ.પી. પોલીસ સ્ટેશન બની રહ્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, માંડવી આદિવાસી બહુલ વસ્તી ધરાવતો તાલુકો છે જેમાં માંડવી  પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ વોલ સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેનાથી ગુનાખોરીને ડામવા માટે સરળતા રહેશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, ડીવાય.એસ.પી. બી.કે. વનાર, માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર હિતેશ પટેલ, અગ્રણી ડો.વાસુદેવ, માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, માંડવી મામલતદાર મનીષભાઈ પટેલ, સામાજિક અગ્રણીઓ સહિત પોલીસ સ્ટાફ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *