૧લી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વિશ્વ એઇડ્સ દિવસના રાજ્યસ્તરીય કાર્યક્રમ અંતર્ગત અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સહભાગી થયા હતા અને તેમણે ફ્લેગ ઓફ કરીને રેલીનો શુભારંભ કરાવ્યો હતો.આ રેલીનું આયોજન સિવિલ હોસ્પિટલથી બેથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં કરાયું હતું.
વિશ્વ એડ્સ દિવસ પર આયોજિત આ રેલી કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી,એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.રાજેશ ગોપાલ,ગુજરાત રાજ્ય કંટ્રોલ પ્રોગ્રામ,સેન્ટર ઓફ એક્સલેન્સ ડાયરેક્ટર ડો.કમલેશ ઉપાધ્યાય,ડો.કેતુલ અમીન જોઇન્ટ ડાયરેક્ટર ઓફ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ,ફિઝિયોથેરાપી,મેડિકલ અને અન્ય કોલેજોના વિધાર્થીઓ,એન.એસ.એસ આરોગ્ય કર્મચારીઓ,દિવ્યાંગ ભાઈઓ- બહેનો,વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ,વિવિધ ધાર્મિક સંપ્રદાયના ધર્મગુરુઓ,પોલીસ બેન્ડ,ઘોડેસવાર પોલીસ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.