આણંદ, શુક્રવાર :: જી.સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત અને આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, આણંદ શાસનાધિકારીશ્રીની કચેરી તથા આણંદ જિલ્લા પંચાયતના સયુંકત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.
વલાસણ ખાતે બે દિવસ દરમિયાન યોજાનાર આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ ૯૯ શાળાની ૧૧૭ કૃતિઓ રજૂ કરવામાં આવી છે. જેમાં કુલ ૨૩૪ વિદ્યાર્થીઓ તેમજ ૧૧૭ શિક્ષકશ્રીઓએ જુદા જુદા ૫ વિભાગોમાં તેમની કૃતિઓ રજુ કરી છે.
આ પ્રદર્શન જિલ્લાની તમામ શાળાઓ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શનમાં આજે તા. ૦૯/૧૨/૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય મિલેટ વર્ષ અનુસંધાને પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સંકલન અને આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણના પ્રાચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિજ્ઞાન સલાહકારશ્રી ઉત્પલાબેન મહેતા, બોરસદ તાલુકાના બી.આર.સી અને સી.આર.સી.સી. અને આણંદ તાલુકાના સી.આર.સી.સી. તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સુનિલભાઈ સોલંકી, આર.પી.અનડા બી.એડ. કોલેજના આચાર્યશ્રી જીતેશભાઈ તલાટી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણના પ્રાચાર્યશ્રી બી.પી. ગઢવી,
પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી વિક્રમસિંહ ગરાસિયા, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ મહીડા તેમજ ટી.પી.ઈ.ઓ.શ્રી, બી.આર.સી.સી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તમામ સભ્યગણ, વિશેષ અતિથિશ્રીઓ અને ભાગ લેનાર શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.
રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ