bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ ની જોરદાર કામગીરી મોટર સાયકલ નંગ-૦૬ કિ.રૂ.૧,૮૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને ઝડપી પાડી ભાવનગર જિલ્લો તથા સુરત શહેરના વાહન ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢ્યા.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૨૦/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,સુરજ કરમશીભાઇ ધરજીયા તથા તેના મિત્ર રાજદીપ કરમશીભાઇ ગોહેલ રહે.બંને ચિત્રા, ભાવનગરવાળાએ ભાવનગર,ચિત્રા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાર્કીંગમાં ચોરીની તથા શંકાસ્પદ મોટર સાયકલો લાવીને રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબનાં બંને માણસો નીચે મુજબનાં મોટર સાયકલો સાથે હાજર મળી આવેલ.તેઓ બંને પાસે મોટર સાયકલ અંગે કોઇ આધાર-પુરાવા-રજી.કાગળો નહિ હોવાથી તેઓ આ મોટર સાયકલો ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં તમામ મોટર સાયકલ શંકાસ્પદ મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.આ બંનેની પુછપરછ દરમિયાન આ મોટર સાયકલ તેઓના મિત્ર સંજયભાઇ ધનશયામભાઇ મકવાણા રહે.દડવા તા.ઉમરાળા જી.ભાવનગરવાળો આપી ગયેલ હોવાનુ જણાવેલ. જેથી તેઓ બંનેને આગળની કાર્યવાહી થવા બોરતળાવ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસોઃ-

1. સુરજ કરમશીભાઇ ધરજીયા ઉ.વ.૨૪ ધંધો-ટીફીનનો/ગાડી લે-વેચ દલાલી રહે.મફતનગર,એસ.ટી. વર્કશોપની સામે.ચિત્રા ભાવનગર

2. રાજદીપ કરમશીભાઇ ગોહેલ ઉ.વ.૧૯ ધંધો-હિરા કામ/ગાડી લે-વેચ રહે.પ્લોટ નં.૧૬૮,માધવાનંદ-૨, ચિત્રા,ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-                                             1. લાલ કલરના પટાવાળુ બોથા ઉપર વિર મોખડાજી લખેલ એન્જીન નંબર-HA11EDM5M62441 તથા ચેસીસ નંબર- MBLHAW121M5M23262વાળું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/-

2. લાલ ભુરા પટાવાળુ એન્જીન નંબર-HA10EJEHA28494 તથા ચેસીસ નંબર-MBLHA10ALEHA66670 વાળું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-

3. હોન્ડા કંપનીનું શાઇન એન્જીન નંબર-JC85ED3010079 તથા ચેસીસ નંબર- ME4JC85JFPD009932વાળું મોટર સાયકલ કિ.રૂ.૪૫,૦૦૦/-

4. હિરો કંપનીનું એન્જીન નંબર-HA10AGJ5J10016 તથા ચેસીસ નંબર-MBLHAR071J5J06432વાળું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/-

5. હિરો કંપનીનુ એન્જીન નંબર-MBLHAR073J5C05921 તથા ચેસીસ નંબર-MBLHAR073J5C05921વાળું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/-

6. હિરો કંપનીનુ એન્જીન નંબર-HA10AGJ5K05284 તથા ચેસીસ નંબર-MBLHAR087J5K02042વાળું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૮૫,૦૦૦/- નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓ

1. ભાવનગર, વલ્લભીપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૮૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

2. ભાવનગર, ઉમરાળા પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૮૮/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

3. સુરત શહેર, કતારગામ પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૫૭/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

4. ભાવનગર,બોરતળાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૪૬૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ,તથા પોલીસ કર્મચારી હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,જયદિપસિંહ પ્રવિણસિંહ,નિતીનભાઇ ખટાણા,હારિતસિંહ ચૌહાણ,સંજયસિંહ ઝાલા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 388

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *