પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ,વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર તથા તેને અડીને આવેલ જિલ્લાઓમાંથી હદપાર થયેલ જગદિશભાઇ નારણભાઇ પરમાર રહે.અગતરીયા, તા.મહુવા,ભાવનગરવાળો હાલ મહુવા મેઘદુત સિનેમા પાસે ઉભો હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના હદપાર થયેલ ઇસમ હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ. હદપાર થયેલ ઇસમ
જગદિશભાઇ નારણભાઇ પરમાર ઉ.વ.૨૮ ધંધો-વેપાર રહે. અગતરીયા, તા.મહુવા જી.ભાવનગર
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અરવિંદભાઇ મકવાણા,મહેન્દ્દસિંહ સરવૈયા,ભદ્દેશભાઇ પંડયા જોડાયાં હતાં.