પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી અનવરભાઇ ઉર્ફે અનુ અલ્લારખાભાઇ ચૌહાણ ઉવ.૨૯ ધંધો-મજુરી રહે.સીદસર-શામપરા રોડ,સીતારામ ચોક,૨૫ વારીયા,રૂમ નં.૧૬૪,તા/જી.ભાવનગર,હાલ-મેઘપર ગામ,જી.જામનગરવાળો ભાવનગર શહેરમાં કુમુંદવાડીના નાકે રોડ ઉપર ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં આરોપી અનવરભાઇ ઉર્ફે અનુ અલ્લારખાભાઇ ચૌહાણ ઉવ.૨૯ ધંધો.મજુરી રહે.સીદસર-શામપરા રોડ,સીતારામ ચોક,પચ્ચીસ વારીયા,રૂમ નં.૧૬૪,તા/જી.ભાવનગર,હાલ-મેઘપર ગામ,જી.જામનગર
કરેલ ગુન્હો ભાવનગર શહેર,બોરતળાવ પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૩૦૦૭૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.-૩૭૯,૪૬૫,૪૬૬,૪૭૧,૧૧૪, મુજબ.
સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ,તથા પોલીસ કર્મચારી પ્રદીપસિંહ ગોહીલ,જયદીપસિંહ ગોહીલ,હરિચંન્દ્રસિંહ ગોહીલ,રામભાઇ પંડ્યા,દેવેન્દ્રસિંહ વાળા જોડાયાં હતાં.