ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો
સમગ્ર ગુજરાતમાંથી ઓબીસી અગ્રણીઓ, વિવિધ સમાજ અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી.
અમદાવાદ. તા.૦૧/૦૩/૨૦૨૪ શુક્રવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, “રાજીવ ગાંધીભવન”, પાલડી ખાતે ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેન તરીકે ચેરમેન શ્રી રાજેશભાઈ ગોહિલ, કાર્યકારી ચેરમેન તરીકે શ્રી ડો.મહેશભાઈ રાજપુત, શ્રી રાજુભાઇ આહીર અને શ્રી રમેશભાઇ દેસાઈએ પદભાર સંભાળ્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ ઉપનેતા/દંડક શ્રી શૈલેશભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મેયર શ્રી હિમતસિંહ પટેલ, કાર્યકારી પ્રમુખ શ્રી ઋત્વીક્ભાઈ મકવાણા, ઓલ ઇન્ડિયા સેવાદળ મુખ્ય સંગઠક શ્રી લાલજીભાઈ દેસાઈ, ઓલ ઇન્ડિયા ઓબીસી ડીપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટ ઇન્ચાર્જ શ્રી સુલતાનસિંહ ગુર્જર તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ પદભાર સંભાળેલ.
પદગ્રહણ કાર્યક્રમમાં નવનિયુક્ત વર્કિંગ ચેરમેન શ્રી ડો.મહેશભાઈ રાજપુત દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાતના વિવિધ જીલ્લાઓમાંથી પધારેલ તમામ કાર્યકરો-આગેવાનો અને સમાજ અગ્રણીઓએ ઉત્સાહ પૂર્વક ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપવા બદલ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ઓબીસીમાં આવતા તમામ સમાજ, જ્ઞાતિઓ અને જાતિઓના પ્રશ્ને, વિવિધ મુશ્કેલીઓ તથા વણઉકેલાયા પ્રશ્ને કે કોઈપણ સમસ્યા બાબતે વાચા આપવા અને ઉકેલ લાવવા અમો તત્પર છીએ, અને આ અમારી જવાબદારી છે. તેમજ શાસક પક્ષ ભાજપની સામે લાલ આંખ કરી હતી અને તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઓબીસી સમાજને અન્યાય થશે તે સાંખી લેવામાં નહી આવે અને ઓબીસી સમાજના હિત માટે અમો તમામ નવનિયુક્ત હોદ્દેદારો હરહંમેશ તત્પર રહીશું તેમ જણાવેલ.
કાર્યક્રમમાં ડો.મહેશભાઈ રાજપુતના સ્વાગત પ્રવચન બાદ વર્કિંગ ચેરમેન શ્રી રાજુભાઇ આહીર અને શ્રી રમેશભાઇ દેસાઈએ સ્વાગત કર્યું હતું અને ઓબીસી સમાજના પ્રશ્ને હરહંમેશ વાચા આપવા તેમજ ખભેખભા મિલાવી કામ કરીશું તથા કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબુત કરવા હાંકલ કરી હતી.
નવનિયુક્ત ચેરમેન શ્રી રાજેશભાઈ ગોહિલે(પૂર્વ ધારાસભ્ય) ઉપસ્થિત પધારેલ તમામનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી સમાજને ન્યાય અપાવ્યો છે જયારે ભાજપ સરકારે અનામત હટાવવા અને વંચિતો સાથે અન્યાયી કરવા યેનકેન પ્રકારે કાવતરા કરી રહ્યા છે. અને ઓબીસી સમાજને ન્યાય અપાવવા સ્વ.માધવસિંહ સોલંકીજીનું યોગદાન આપ્યું છે તે યાદ તાજી કરાવી હતી અને અનામત ની લડત આગળ ચાલવાની છે તેમાં સાથ સહકાર આપવા હાકલ કરી હતી.
આ તકે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતા શ્રી અમિતભાઈ ચાવડા, ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક શ્રી લાલજીભાઈ દેસાઈ, કાર્યકારી પ્રમુખ શ્રી ઋત્વીક્ભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ એ નાના અને મધ્યમવર્ગીય લોકોની ચિંતા કરનારો પક્ષ છે કોંગ્રેસ પક્ષે હરહંમેશ નાના અને મધ્યમવર્ગીય લોકોના લોકપ્રશ્ને લડત આપી છે વંચિતોને ન્યાય અપાવવા કાર્યરત રહી છે જયારે ભાજપ સરકારે શિક્ષણ આરોગ્ય અને સરકારી નોકરીમાં ખાનગીકરણ કરી તેમના મળતીયાઓને ખટાવ્યા છે તેમજ નાના અને મધ્યમવર્ગીય લોકોનું સોસણ કરવા સિવાય અન્ય કશું જ કર્યું છે
જ્ઞાતિ જાતી વાળા અને પંથના ફાટા પડાવી મત મેળવવા સિવાય કશું જ કર્યું નથી તેમજ અનામત હટાવવા ભારતીય જનતા પાર્ટીએ કુટનીતિ કરી છે, આઝાદીની લડાઈ કોંગ્રેસ પક્ષે લડી છે ત્યારે ભાજપે સરકારી મિલકતો વહેંચી મારી ફક્ત વાહવાહી કરાવી છે,
ભારત દેશના બંધારણ બનાવવા કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આહુતિઓ આપી છે અને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બંધારણ બનાવી વંચિતો અને જરૂરીયાત વાળા તમામ વર્ગ જ્ઞાતિ અને જાતીને ન્યાય, સમાનતા અપાવ્યા છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ઓબીસી સમાજ હાથ થી હાથ મિલાવી આ ભાજપ પક્ષને જાકારો આપશે તેવો કોલ મેળવ્યો હતો.