૧૨ માર્ચના રોજ શ્રી બળવંતભાઈ પારેખનાં જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પીડીલાઇટ ઈન્ડ.લી.ની સહયોગી સંસ્થા ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન ગ્રામ દક્ષિણામૂર્તિ અને ગ્રામ નિર્માણ સમાજ તથા ગ્રામ વિકાસ એજન્સી પ્રેરિત મહિલા મંડળ દ્વારા કળસાર ગામ ખાતે ઉજવણી કરવામાં આવી જેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ મહુવા તાલુકાના સખી મંડળો દ્વારા કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમમાં ગુજરાતનાં તમામ જિલ્લાના પસંદગી પામેલ કુલ ૧૮ સ્વ સહાય જૂથો ને પિડિલાઇટ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.જેઓ વિવિધ ઉદધ્યમો માં સફળ સંચાલન કરી આજીવિકા માટેનું સમાજ માટે ઉદાહરણ પુરુ પાડ્યું છે તેમને પિડિલાઇટ પુરસ્કાર દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી મહુવા તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરૂપ તેમના વિચારો રજૂ કર્યા હતા જેમાં પરિવાર અને સમાજમાં બહેનોની ભૂમિકા અને તેના યોગદાન વિવિધસખી મંડળો દ્વારા લધુ ઉદ્યોગો અપનાવી સમાજને ઉદાહરણ પુરૂ પાડ્યું છે જેવી અનેક બાબતોને બિરદાવી હતી. તમામ મહાનુભાવો દ્વારા બહેનોને આર્થિક તેમજ સામાજીક રીતે સક્ષમ બને તે માટે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
વિશેષમાં પારૂલ બેન પટેલ દ્વારા દર વર્ષે પાંચ દીકરીઓને દતક લેવા નિશ્ચય કર્યો હતો જે ઉચ્ચ અભ્યાસ પારુલ યુનિવર્સીટીમાં ફ્રી શિક્ષણ આપશે.આ પ્રસંગે લઘુ ઉદ્યોગ માં જોડાયેલ બહેનો દ્વારા સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી હતી જે બધાને ખૂબ હ્રદયસ્પર્શી રહી હતી.
આ કાર્યક્રમમાં મહુવા તથા આસપાસના તાલુકાના વિવિધ ગામોના સખી મંડળો માં જોડાયેલા ૧૮૦૦ થી વધારે બહેનો હાજર રહ્યા હતા.આ સાથે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ગ્રામ નિર્માણ સમાજ સંસ્થા દ્વારા ચાલતી વિવિધ ગ્રામ વિકાસની પ્રવુતિઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.જેમાં બહેનોએ બનાવેલ પ્રોડક્ટ વેચાણ માટે રાખવામા આવેલ તેમજ હનુમંત હોસ્પિટલ – મહુવા અને કળસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મહિલાઓના ફ્રી હેઅલ્થ ચેક અપ માટે હેલ્થ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહેનોએ બોહળા પ્રમાણમાં લાભ લીધો હતો.દિવસના અંતમાં મનોરંજન માટે રમતો-ગરબાની સાથે સુંદર યાદોને અંકે કરી હતી.
આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા આર્થિક ઉપાર્જન – માટેના લધુ ઉદ્યોગોમાં જોડાયેલ બહેનોનું મોમેન્ટો તથા પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી મહુવા શ્રી ઈશિતાબેન મેર,પૂર્વ ધારાસભ્યશ્રી ભાવનાબેન મકવાણા,વાઈસ પ્રેસીડેન્ટ પારૂલ યુનિવર્સીટી શ્રી પારૂલબેન પટેલ,લોકભારતી સંસ્થાનાં મને.ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવે,પીડીલાઈટ ઈન્ડ.નાં વાઈસ પ્રેસીડેન્ટ ડો.પી.કે. શુક્લા,અષ્ટાંગ આયુર્વેદ માંથી ડો. મહેન્દ્રસિંહ સરવૈયા,PSI મહુવા ગ્રામ્ય શ્રી રાજેશભાઈ યાદવ,જાહલબેન ભમ્મર તથા જિલ્લા/તાલુકાની મિશન મંગલમ ટીમ તથા અઘિકારી/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.