bhavnagarElectionGujarat

લોકસભા ચૂંટણી-2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તા.16-03-2024ના રોજ કરવામાં આવી છે.જે અન્વયે ભાવનગરના જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.

જિલ્લા ચુંટણી અધિકારીશ્રી આર.કે.મહેતા દ્વારા અપાયેલી માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં ૯,૪૫,૦૭૬ પુરુષ મતદારો,૮,૮૨,૦૩૪ મહિલા મતદારો તેમજ અન્ય ૩૪ મતદાર મળીને કુલ ૧૮,૨૭,૧૪૪ નોંધાયેલા મતદારો છે.ભાવનગર જિલ્લામાં પી.એચ.ડબલ્યુ મતદારો ૧૭,૨૪૫, ૮૫+ ઉંમરના મતદારો ૧૯,૪૨૭, ૧૦૦+ ઉંમરના મતદારો ૫૪૯ નોંધાયેલા છે.વધુમાં જણાવ્યું હતું કે વધુમાં વધુ મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવે તેમજ આદર્શ આચારસંહિતાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેર્યું હતું.

જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ ઉમેર્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય,ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી હતી.વધુમાં જણાવ્યું હતું કે,ચૂંટણી બાબતે જરૂરી માહિતી મેળવવા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તથા રાજકીય પક્ષોની જાહેરાતના પૂર્વ-પ્રમાણીકરણ માટે તથા પેઇડ ન્યુઝ પર નિયંત્રણ માટે એમસીએમસી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રીએ સીવિજિલ એપ તથા એન.જી.એસ.પી.વિશે પણ સૌને માહિતી આપી હતી.

નાગરિકોની સુવિધા માટે 24*7 જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર હેલ્પલાઇન નં.૧૯૫૦ (ટોલ ફ્રી નંબર), કન્ટ્રોલ રૂમનો ફોન નં.૦૨૭૮-૨૪૨૦૩૦૫ છે તથા ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૧૬૧૮ જાહેર કરવામાં આવ્યા છે.

સુવિધા એપ –સિંગલ વિન્ડો સિસ્ટમ અન્વયે આપવાની થતી તમામ પરવાનગીઓ તથા એફિડેવિટ,ઉમેદવારીપત્ર તથા રાઉન્ડવાર કાઉન્ટીગ સુવિધા એપમાં ઉપલબ્ધ રહેશે.

આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.આર.એન.ચૌધરી,નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *