પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
તા.૧૮/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.નાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન ભાવનગર,વરતેજ ખાતે આવતાં રાજકોટ શહેર,આજી ડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કાર તથા પોકસો એકટ હેઠળના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી જયદિપભાઇ હિંમતભાઇ પરમાર રહે.આંબાવાડી વિસ્તાર,વરતેજવાળા હાલ તેના રહેણાંક મકાન પાસે હાજર હોવાની મળેલ બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં નાસતા-ફરતા આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતા નીચે મુજબના ગુનામાં પકડવાનો બાકી હોવાનું અને પોલીસમાં પકડાય જવાની બીકે ભાગતો ફરતો હોવાનું જણાવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપી રાજકોટ શહેર,આજી ડેમ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ.
નાસતાં-ફરતાં પકડાયેલ આરોપી જયદિપ હિંમતભાઇ પરમાર ઉ.વ.૨૦ ધંધો-હિરા ઘસવાનો રહે.રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ,આંબાવાડી વિસ્તાર,વરતેજ જી.ભાવનગર
કરેલ ગુન્હાની વિગત રાજકોટ શહેર,આજી ડેમ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૮૦૦૨૨૩૦૬૪૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોકસો એકટ કલમઃ-૪,૬ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા,પ્રજ્ઞેશભાઇ પંડયા