પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી,તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૨/૦૩/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અલંગ ખાતે આવતાં બાતમી મળેલ કે,અલંગ-ત્રાપજ રોડ અલંગ પોલીસ સ્ટેશન નજીકથી ત્રાપજ તરફથી એક શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી અથવા હેઝાર્ડસ વેસ્ટ પ્રવાહી ભરેલ કન્ટેનર નંબર-GJ-09-AU 1345 વાળુ નીકળનાર છે.જે માહિતી આધારે વોચમાં રહેતાં ઉપરોકત બાતમીવાળા ટેન્કરમાંથી નીચે મુજબના ચાલક નીચે મુજબના શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી સાથે મળી આવેલ.તે આ પ્રવાહી ભાવનગર,વરતેજ જી.આઇ.ડી.સી. પ્લોટ નં.૪૮/૪૮/ ૫૦/૫૩માં આવેલ ગુજરાત પેટ્રો કેમીકલ્સમાંથી ભરીને અલંગ શ્રીજી સ્ક્ર્રેપ યાર્ડમાં આવેલ હર્ષ ટ્રેડર્સમાં ખાલી કરવા જતાં હોવાનું જણાય આવેલ.જે અંગે એલ.સી.બી.ની ટીમ તથા ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અધિકારી તથા ઇન્ચાર્જ ના.પો.અધિ.શ્રી,મહુવા ડિવીઝન,મહુવાનાઓએ હર્ષ ટ્રેડર્સમાં તપાસ કરતાં નીચે મુજબનાં માણસ તથા ત્યાંથી અન્ડરગ્રાઉન્ડ અને બીજા ટાંકાઓમાંથી પણ ઉપરોકત ટેન્કરમાંથી મળી આવેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી જેવો જ જથ્થો મળી આવતાં સીલપેક કરી આ અંગે અલંગ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.
હાજર મળી આવેલ ઇસમોઃ-
1. સાદિકઅલી આફતાબઅલી નકવી ઉ.વ.૩૦ ધંધો-ડ્રાયવીંગ રહે.ઉમર મસ્જીદ પાછળ, દિનદયાળનગર, તળાજા જી.ભાવનગર (ટેન્કર ચાલક)
2. હર્ષદભાઇ જગન્નાથભાઇ જાદવ ઉ.વ.૪૧ ધંધો-વેપાર રહે.પ્લોટ નં.૪૪,આશુતોષ પાર્ક,રામપરા રોડ,તળાજા જી.ભાવનગર (હર્ષ ટ્રેડર્સના માલિક)
કબ્જે કરેલ મુદ્દામાલ -જ્વલનશીલ ઓઇલનો જથ્થો ૧૯૭૭૦ લી.ભરેલ ટેન્કર રજી.નંબર-GJ-09-AU 1345 ઓઇલ કિ.રૂ.૫,૯૩,૧૦૦/- તથા ટેન્કર કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા હર્ષ ટ્રેડર્સમાંથી મળી આવેલ શંકાસ્પદ ઓઇલ લી.૮૦૦૦૦ કિ.રૂ.૨૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૬,૯૩,૧૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી માં એલ.સી.બી પોલીસ સ્ટાફ ના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ,તથા અશોકભાઇ ડાભી,બાબાભાઇ હરકટ,મનદિપસિંહ ગોહિલ,એજાજખાન પઠાણ,પીનાકભાઇ બારૈયા વગેરે જોડાયાં હતાં.