વિશ્વના ૭૦ દેશોના ૨૫ હજાર મહાનુભાવો ઉપસ્થિત.
૧૦૮ ગામમાં ગરીબોને અનાજ કપડાનું દાન વિશાળ રક્તદાન શિબિર યોજાઈ. વિશ્વ શાંતિ સદભાવ માટે રાજ યોગા તપસ્યા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.
આબુ ( ડિસા ) તા – ૨૩ – ૩ – ૨૦૨૪
વિશ્વની સૌથી મોટી આધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના વર્તમાન વડા ડો.દાદી રતન મોહિનીજીના ૧૦૦ વર્ષ ૨૫ માર્ચના રોજ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પાંચ દિવસનો વૈશ્વિક શતાબ્દી મહોત્સવ આબુ શાંતિવન ખાતે પ્રારંભ થયેલ છે જેમાં વિશ્વના ૭૦ દેશોના ૨૫,૦૦૦ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ભાગ લઈ રહેલ છે.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીને જણાવ્યાનુસાર દાદી રતન મોહિનીજી ૧૯૩૭ માં માત્ર ૧૨ વર્ષની ઉંમરે પિતાશ્રી બ્રહ્મા બાબા ના વૈશ્વિક કલ્યાણના કાર્યક્રમમાં પોતાને સમર્પિત કરી તે વખત માં નારી શક્તિનું નેતૃત્વ સંભાળેલ ત્યારથી આજ સુધી જ્યારે દાદીજીના ૧૦૦ વર્ષ ચાલી રહેલ છે સર્વ સેવા કાર્ય સાથે બ્રહ્માકુમારીઝ નું નેતૃત્વ સંભાળી રહેલ છે સતત આદિ સનાતન ધર્મની સ્થાપના વિશ્વ શાંતિ સદભાવ માટે નિસ્વાર્થ સેવા કરતી દાદીજીને અનેક વૈશ્વિક સન્માન થી નવા જવામાં આવેલ છે
રાજસ્થાનના ૧૦૮ ગરીબ વસ્તી ધરાવતા પરિવારોને અનાજ વસ્ત્રોનું દાન તથા વિશાળ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ તથા માનવ માત્ર ના કલ્યાણ માટે સદભાવ શાંતિ માટે દેશ-વિદેશના હજારો બ્રહ્મા કુમાર ભાઈ બહેનોએ રાજ યોગા તપસ્યા કરેલ છે આજે અનેક સાધુઓ સંતો તથા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો એ ભવ્ય સમારંભમાં પોતાની શુભેચ્છા પાઠવેલ જવાબમાં દાદી રતન મોહિનીજીએ સંસ્થાની સ્થાપનાથી આજ સુધીની માનવસેવા ઈશ્વરીય કર્તવ્ય અને વૈશ્વિક સેવાની સમર્પણ તાજા કરી વિશ્વ માનવને નિયમિત પ્રતિ દિવસ ૧ કલાક માનવસેવામાં ફાળવવા અનુરોધ કરેલ આજે “મુંબઈના ખ્યાત નામ તથા રશિયાના કલાકારોએ દિવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી લોકોનું મન ખુશીથી ભરી દીધેલ હજુ અનેક વિશેષ વ્યક્તિઓ દરરોજના કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી રહેલ છે.