શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલુ છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
હાલમાં ચૈત્રી નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો હોઈ ભક્તો દૂર દૂરથી માતાજીની આરાધના કરવા માટે અંબાજી ખાતે પહોંચી રહ્યા છે. છેલ્લા 83 વર્ષથી અંબાજી મંદિરમાં અખંડ ધૂન પણ ચૈત્રી પર્વમાં ચાલી રહી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના બ્રાહ્મણો દ્વારા સતત 9 દિવસ સુધી યજ્ઞ પણ ચાલી રહ્યો છે, ત્યારે દાંતા રોડ ઉપર આવેલી અગ્રવાલ વાટિકામાં શ્રીમદ ભાગવત (મોક્ષ જ્ઞાનગંગા) 15 એપ્રિલ સુધી બપોરે 3 વાગ્યા થી સાંજ ના 7 સુધી અંબાજી ખાતે ચાલી રહી છે.
ચૈત્રી નવરાત્રી પર્વ માતાજીની આરાધના નો પર્વ કહેવાય છે. ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં માતાજીના દર્શન કરવા અને માતાજીના પાઠ કરવા માટે તો આવતા હોય છે પરંતુ માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી ખાતે જે ભાગવત સપ્તાહ ચાલી રહી છે તેમાં બપોરના સમયે સુરતના શ્રી વિજયભાઈ શાસ્ત્રી (આંતરરાષ્ટ્રીય ભગવતાચાર્ય) બપોરે 3 થી 7 વાગ્યા સુધી ભક્તોને પ્રવચન આપી રહ્યા છે. પ્રથમ દિવસે પોથીયાત્રા યોજાઇ હતી.
રોજ અલગ અલગ દિવસે અહીં અલગ અલગ કાર્યક્રમો યોજાયછે, જેમાં શ્રીકૃષ્ણ પ્રાગટ્ય, રુક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર અને ગોવર્ધન લીલા સહિતના મંગલકારી પ્રસંગો યોજાઈ રહ્યા છે.સુરત થી ચિરાગભાઈ શાસ્ત્રી, સંજયભાઈ શાસ્ત્રી, પરેશ ભાઈ દવે (જ્યોતિષચાર્ય)સહિત ઘણા યજમાન પણ કથામાં જોડાયા છે સાથે સાથે અંબાજીના ભક્તો પણ મોટી સંખ્યામાં કથામાં હાજરી આપવા આવી રહ્યા છે.
અંબાજી પ્રહલાદ પૂજારી