સાત કિલોમીટર નો લાંબો બાયપાસ નો સર્વે કાઢતા પાંચ ગામના ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
પાલીતાણા થી તળાજાને જોડતો મુખ્ય માર્ગ છે તેના બાયપાસ રોડ માટે છેલ્લા ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ લોકો માંગ કરી રહ્યા હતા કે પાલીતાણા થી તળાજા ને જોડવા માટે બાયપાસ રસ્તો કાઢવામાં આવે કારણ કે પાલીતાણા શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ પાર નથી જેના કારણે અવારનવાર ટ્રાફિકજામ ની સમસ્યાઓ થતી હોય છે
જેના કારણે લોકોની માંગને ધ્યાને લઈને સરકાર દ્વારા પાલીતાણા તળાજા માટે બાયપાસ રોડની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ આ સર્વેની કામગીરી શરૂ થતા જ પાંચ ગામના ખેડૂતો ક્યાંકને ક્યાંક નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે
જેને લઈને પાંચ ગામના ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે આ સર્વેની કામગીરી છે તે બાયપાસ રોડની સાત કિલોમીટર લાંબી કાઢવામાં આવી રહી છે જેમાં આ કામગીરીમાં પાંચ ગામના ખેડૂતોની જમીન કપાતમાં આવે છે અને જેમાં સરકારને પણ લાંબો ખર્ચ થઈ શકે છે તો સરકારને આ તમામ વસ્તુ ધ્યાને લઈને સારો વિકલ્પ કાઢવો જોઈએ તેવી ખેડૂતોની માંગ છે
પાલીતાણા તાલુકાના પાંચ ગામના ખેડૂતોનું કહેવું છે કે આ બાયપાસ રોડની સર્વેની કામગીરી માલપરા થી ડેમ પાસે આવેલ આલ્કોલ ફેક્ટરી સુધીની કાઢવામાં આવી છે જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન કપાતમાં જાય છે અને ખેડૂતોને પોતાની ખેતીમાં નુકસાન આવી શકે તેમ છે અને આ બાયપાસ કાઢવાની લંબાઈ પણ અંદાજે સાત કિલોમીટર જેવી છે
જેમાં સરકારને પણ મોટો ખર્ચ ચૂકવવો પડે તેમ છે જો આ રસ્તાની તળાજા રોડ ઉપર આવેલ વડલી આસપાસ બાયપાસ રસ્તા માટેની સર્વેની કામગીરી કરવામાં આવે તો ખર્ચ પણ ઓછો આવી શકે અને જ્યાં મોટા ભાગની સરકારી જગ્યા વાપરવા મળે તેમ છે ખેડૂતોનું કહેવું છે કે જ્યાં ઓછો ખર્ચ અને ખેડૂતોને જમીન કપાત નથી આવતી અને સરકારી જગ્યા છે
તેવામાં સર્વે કરવામાં નથી આવી રહ્યું અને જાણી જોઈને મોટો ખર્ચ કરવા જઈ રહ્યા છે જેથી ખેડૂતોને પણ ખૂબ મોટી નુકશાની આવી શકે તેમ છે જેને લઈને પાલીતાણા તાલુકાના માલપરા, લુવારવાવ, જામવાળી, મોટી પાણીયાળી, નાની પાણીયાળી સહિત પાંચ ગામના ખેડૂતો ભેગા મળીને ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
રીપોર્ટ વિજય જાદવ પાલીતાણા