શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે.
અંબાજી મંદિરમાં માતાજીના ભક્તોની સાથે સાથે વીઆઈપી લોકો પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં આજે રાત્રે ગુજરાતના જાણીતા પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા ભાગવત કથાકાર અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. ભુપેન્દ્રભાઈ પંડ્યા ગુજરાતમાં અને ગુજરાત બહાર અને વિદેશમાં ભાગવત કથા માટે જાણીતા છે.
આજે રાત્રે 8:30 વાગે તેઓ અમદાવાદથી અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિર, અંબિકેશ્વર મહાદેવ, બટુકભૈરવ,બહુચર માતાજી ચલયંત્રના દર્શન કર્યા હતા.
અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમને આશીર્વાદરૂપે ચુંદડી આપવામાં આવી હતી. અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ તેઓ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા , અંબાજી મંદિરના ચાર ચાર ચોકમાં તેમને માતાજીની આરાધના કરી હતી અને વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ તેઓ અમદાવાદ માટે રવાના થયા હતા.
ભુપેન્દ્રભાઈ શાસ્ત્રી ગુજરાતમાં જાણીતા ભાગવત કથાકાર તરીકે ઓળખ ધરાવે છે. સરળ અને સૌમ્ય સ્વભાવના ગુરુજી ની કથામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અત્યાર સુધીમાં તેમને ઘણી બધી ભાગવત કથા કરી છે અને ગુજરાત અને દેશમાં ભક્તિનો પ્રચાર કર્યો છે. રાજેશ ભાઈ આચાર્ય, ધર્મેન્દ્રસિંહ રાજપુત પણ હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી