પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા કર્મચારી ઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમી મળેલ કે,ભાવનગર,ઘોઘા રોડ (બી ડીવીઝન) પોલીસ સ્ટેશનમાં સને-૨૦૦૧માં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતાં પાકા કામનાં કેદી હિંમતભાઇ રણછોડભાઇ મકવાણા રહે.મુળ-લીંમડા (હનુભા) તા.ઉમરાળા જી.ભાવનગરવાળા હાલ-સુરત ખાતે રહે છે.જે બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોડના માણસોએ સુરત ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના પાકા કામના કેદી મોસાળી ચોકડી,માંગરોળ,સુરત ગ્રામ્ય ખાતેથી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ધરેલ છે.
ઝડપાયેલ પાકા કામના કેદી હિંમતભાઇ રણછોડભાઇ મકવાણા ઉવ.૬૦ ધંધો.મજુરી રહે.હાલ-મકાન નં.૫૧૮,અનવર માસ્ટરની ચાલ,એસ.વી.રોડ,આંબાવાડી,મુંબઇ,મુળ-ગધેડીયા ફીલ્ડ,કોળીવાસ,ઝુપડપટ્ટી,ચાર થાંભલાની બાજુમાં,ભાવનગર મુળ-લીમડા (હનુભા),તા.ઉમરાળા,જી.ભાવનગર
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પોલીસ કર્મચારી હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,દિપસંગભાઇ ભંડારી,નીતિનભાઇ ખટાણા,પ્રજ્ઞેશભાઇ પંડયા,મહેશભાઇ કુવાડિયા જોડાયાં હતાં.