સરકાર થકી લોકો ના સ્વાસ્થ્ય ને જાળવી રાખવા અને લોકો ને સ્વાસ્થ્ય સબંધી જરૂરી માહિતી અંગે અનેકો કાર્યકમો અને જાગૃતિ અભિયાન ચલાવવા મા આવતા હોય છે. ત્યારે આજે દાંતા તાલુકા મા ડેંગ્યૂ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને જિલ્લા એપેડેમિક અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો. કિરણ ગમાર ના માર્ગદર્શન હેઠળ 16 મે -વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિતે રોગો ના અસરકારક નિયંત્રણ માટે જન જાગૃતિ કેળવાય અને લોકસમુદાય ની સક્રિય ભાગીદારી મળે તે હેતુ થી દાંતા તાલુકાના હડાદ ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ નિમિતે હડાદ ગામ મા રેલી નીકાળી તથા ગ્રામજનોએ ને ડેન્ગ્યુ રોગ ની સંપૂર્ણ જાણકારી આપવા મા આવી હતી. તો સાથે સાથે રોગ થવાના કારણો, રોગ થવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવી વિસ્તૃત માર્ગદર્શન આપવા મા આવ્યું હતું.
તથા રોગ થવા પાછળ ના મુખ્ય કારક એડીસ ઇજીપ્તિ મચ્છર ના પોરા તથા પોરા ખાનાર ગપ્પી-ગમ્બુશિયા માછલી અને મચ્છરદાની નું નિદર્શન કરી ગામ લોકો ને જાણકારી આપવા મા આવી હતી. તથા ડેન્ગ્યુ ની પત્રિકા નું વિતરણ કર્યું અને સાથે સાથે મેડિકલ કેમ્પ કરી જરૂરિયાત વાળા લાભાર્થી ની સારવાર આપી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી