Latest

દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિયંત્રણ અંતર્ગત તમાકુની બનાવટ વેંચતા લારી ગલ્લા, પાર્લર, દુકાનો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું

મા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને જિલ્લા એપેડેમિક અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ર્ડો. કિરણ ગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકાના દાંતા ખાતે આજરોજ તારીખ 31-05-2024 ના રોજ 31 મી મે “વિશ્વ તમાકુ નિષેધ દિન” 2024 ની ઉજવણી નિમિતે આરોગ્ય સ્ટાફ દ્વારા “વિશ્વ તમાકુ નિષેધ દિન” અંતર્ગત રેલી કાઢવામાં આવી તેમજ “વિશ્વ તમાકુ નિષેધ દિન”-2024 ની થીમ “PROTECTING CHILDREN FROM THE TOBACCO INDRUSTRY INTERFERENCE”(તમાકુ ઉદ્યોગ ના હસ્તક્ષેપથી બાળકો નુ રક્ષણ) ના સંપૂર્ણ અમલિકરણ થાય તે હેતુ થી દાંતા તાલુકા મા તમાકુ અને તેની પ્રોડક્ટ વેંચતા તમામ પાન ગલ્લા, પાન પાર્લર, દુકાનો, નુ પ્રા.આ.કે. મોટાસડા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ હતુ.

જેમાં કોટપા એક્ટ ની કલમ 6-અ હેઠળ કાયદા નુ પાલન ન કરનાર વેપારી-દુકાનદાર ને દંડનીય કાર્યવાહી કરવામાં આવી, જેમાં કુલ મળીને 1150 રૂપિયા નો દંડ વસુલ કરવામાં આવ્યો.ઉપરોક્ત કામગીરી મહેન્દ્રસિંહ, કુલદીપસિંહ, અને રાહુલભાઈ ની ટીમ એ પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર ર્ડો. ભુમિકાબેન રાઠોડ અને તાલુકા સુપરવાઇઝર હસમુખભાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કામગીરી નુ સફળ આયોજન અને કામગીરી કરેલ.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *