એપ્રેંટીસ ની પરીક્ષા ને ગણત્રી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે તાલીમાર્થીઓ ચિંતિત બન્યા….
તાલીમાર્થીઓ ને વિષય સંબંધિત જ્ઞાન નથી , તો પરીક્ષા માં લખશે શું? તે પ્રશ્ન….???
અંબાજી બસ ડેપો ખાતે એપ્રેંટિસ કરતા તાલીમાર્થીઓ દ્વારા ડેપો મેનેજર રઘુવીર સિંહ વિશે કરાતા નવા નવા ખુલાસાઓ ડેપો મેનજર શ્રી ની કામગીરી અને તાલીમાર્થીઓ ના ભવિષ્ય ને લઈ મોટો ઘટસ્ફોટ કરી રહ્યા છે.
અંબાજી બસ ડેપો ખાતે નિગમ ના વિષયક તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ ને તાલીમ સિવાય ના કામગીરી કરાવતા ડેપો મેનેજર તાલીમાર્થીઓ ના ભવિષ્ય જોડે ચેડાં કરી પોતાના અંગત કામો કરાવતા હોવાની રાવ ઊઠી રહી છે.ત્યારે આગામી દિવસો માં તાલીમાર્થીઓ ની પરીક્ષા ખૂબ જ. નજીક ના સમય માં આવી પહોંચી છે ત્યાં સુધી માં તાલીમાર્થીઓ ને નિગમ વિષયક શિક્ષા નો પાયા નું જ જ્ઞાન નથી મળી રહ્યું ત્યાં આ તાલીમાર્થીઓ પરીક્ષા શું આપશે તે વિષય મહત્વ નો બન્યો છે.
તે બાબતે તાલીમાર્થીઓ ડેપો મેનેજર વિશે ખુલી ને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું જેમાં ડેપો મેનેજર દ્વારા તાલીમાર્થીઓ ને તાલીમ ના સમય દરમિયાન ઘર ના કામ કરાવવા , ડેપો ની સફાઈ તેમજ ગટરો સાફ કરાવવી, બસો ધોવડાવવા નું કામ ઉપરાંત ઘર ની સફાઈ, ઘર માટે શાકભાજી, દૂધ લાવવું, પાણી ના ટાંકા ધોલાઈ કરવી, મહેમાનો ની સેવા માટે હાજર રહેવું ,
ઉપરાંત પાનસા ગામે રોડ ઉપર આવેલ મંદિર ના સમારકામ માટે પણ ૧૦ દિવસ સુધી કામ કરાવેલ જેમાં મંદિર ની ટાઇલ્સ તોડવી, કલરકામ વગેરે જેવા કામો કરાવેલ જ્યારે તાલીમ ને લાગતાં વિષયો બાબતે એક પણ દિવસ કોઈ પણ પ્રકાર નું કામ શીખવાડેલું નથી, જ્યારે આગામી તા.૨૫ થી પરીક્ષા શરૂ થવા જઇ રહી છે અને આ તાલીમાર્થીઓ ને પરીક્ષા બાબત નું કંઈ જ જ્ઞાન નથી ત્યારે આ તાલીમાર્થીઓ પરીક્ષા કઈ રીતે પાસ કરશે તે બાબત વિચારશીલ છે.
જો આ પરીક્ષા માં તાલીમાર્થીઓ નિષ્ફળ નીવડે તો તેના માટે જવાબદાર કોણ ? તેમજ સરકાર શ્રી દ્વારા ચૂકવાતું સ્ટાઈપેન્ડ તાલીમાર્થીઓ ને નિગમ વિષયક જ્ઞાન અને કામગીરી માટે ચૂકવાય છે ત્યારે ડેપો મેનેજર શ્રી દ્વારા નિગમ સિવાય ના પોતાના કામો કરાવી સરકાર ના પગારે પોતાનું કામ કરાવી સરકાર શ્રી અને તાલીમાર્થીઓ ને પણ ભારે નુક્સાન પહોંચાડી રહ્યા છે.ત્યારે આ સમગ્ર બાબતો માં શું સરકાર આ તાલીમાર્થીઓ ને ન્યાય આપશે કે પછી તાલીમાર્થીઓ ને નેવે મૂકી ને ડેપો મેનેજર ને છાવર્શે તે જોવું રહ્યું…….
રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી