જાહેર જીવનમાં અને લોકોની સેવામાં કરેલ કામગીરી ખુબજ મહત્વ ધરાવે છે. વાત કરવામાં આવે તો દાંતા યુજીવીસીએલ ખાતે લાઈન ઇન્સ્પેક્ટર તરીકે આજે નિવૃત્ત થયેલા રતનસિંહ ચૌહાણ વડગામ તાલુકા, દાંતા તાલુકામાં અલગ અલગ કરેલ કામગીરી થી આજે રાખેલા વિદાય સમારંભ કાર્યક્ર્મ મા આખો હોલ ભરાઈ ગયો હતો. રાજકીય નેતાઓ, યુજીવીસીએલ ના અઘિકારીઓ, અખિલ વિધુત કામદાર સંઘ ના કાર્યકારી પ્રમુખ સહિત આખા બનાસકાંઠા થી યુજીવીસીએલ અને તેમનાં મિત્ર વર્તુળ ના લોકોએ તેમને વિવિઘ મોમેંટો આપીને આશીર્વાદ આપ્યાં.
અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ ના પણ પ્રમુખ સહિત મિત્રો અને પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજ સિંહ, દાંતા ના રાજવી પરિવારના અજયરાજ સિંહ, પરમવીર સિંહ, દાંતાના ભાજપના આગેવાન એલ કે બારડ સહિત વિવિઘ મહાનુભાવો ઉપસ્થિત રહી શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું.
અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ ના ડેપ્યુટી સેક્રેટરી જનરલ (ટેક)રતન સિંહ ચૌહાણ આજે નિવૃત્ત થયા.તેમને સતત 38 વર્ષ સુઘી લોકો વચ્ચે સુંદર કામગીરી કરી.લાઈન ઇન્સ્પેક્ટર તરીકેની કામગીરી પણ ઘણી જ સુંદર રીતે નિભાવી.આજનાં કાર્યક્ર્મમા તેમની જાહેરાત જોઇન્ટ પ્રેસિડેન્ટ એ જી વિકાસ તરીકે કરાઈ હતી. આજનાં કાર્યક્રમમાં વાસણભાઈ આહીર, કાર્યકારી પ્રમુખ, અખિલ વિધુત કામદાર સંઘ (પુર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી) ખાસ આવ્યા હતા.સાથે બળદેવ પટેલ, સેક્રેટરી જનરલ પણ હાજર રહ્યા હતા.આજનાં કાર્યક્રમમાં એલ આર ગઢવી નિવૃત્ત મુખ્ય ઇજનેર તેમજ એસ પી અસારી નાયબ કાર્યપાલક ઇજનેર દાંતા.કાર્યપાલક ઈજનેર, પાલનપુર વિભાગીય કચેરી 2.વી જી પટેલ પણ હાજર રહ્યા હતા.આજના કાર્યક્રમમાં વિવિઘ આગેવાનો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
:- રતનસિંહ ના પિતા પણ લાઇન ઇન્સ્પેકટર તરીકે સુંદર કામગીરી કરી હતી :-
આજનાં વિદાય સમારંભમાં વિવિદ્ય લોકોએ, અઘિકારીઓએ રતનસિંહ ની કામગીરીના સુંદર વખાણ કર્યા હતા જયારે ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે રતનસિંહ ના પિતા દામોદરસિંહ પણ લાઇન ઇન્સ્પેકટર તરીકે પાલનપુર સહિત અનેક તાલુકામા સુંદર કામગીરી કરી હતી
અંબાજી પ્રહલાદ પૂજારી