દાંતા તાલુકામા અનેક માથાભારે તત્વો દ્રારા બે નંબરના ધંધા કરવામા આવી રહ્યા છે. ઘણાં અઘિકારીઓ દ્વારા પણ ખુબજ ખરાબ રીતે કોઇને ખબર ન પડે તેવી રીતે કૌભાંડો કરવામા આવી રહ્યા છે,
ત્યારે લોકશાહીના ચોથા સ્થંભ એવા મિડીયા અને પત્રકારોને ધમકાવતા તત્ત્વો માટે એક કિસ્સો એવો આવ્યો છે કે અંબાજીના એસટી ડેપો ખાતે હેડ મિકેનિક તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર સિંહ પુરણસિંહ ચૌહાણ દ્વારા 30 જૂનના રોજ વિદેશી દારૂની પાર્ટી અને બાઇતિંગ કરાતી પાર્ટીનો વિડિઓ સામે આવ્યો હતો જે વીડિઓ દરેક ગ્રૂપ મા આવતા મીડિયા ના મીત્રો દ્વારા સમાચાર લખવામા આવતા દાંતા ના ખુબજ જાણીતા અને સૌથી અનુભવી પત્રકાર ગોવિંદજી ઠાકોર ને અંબાજીના એસટી ડેપોના નરેન્દ્ર સિંહ ના દીકરા સૂર્યભાન સિંહ દ્વારા ફોન પર વાતચીત કરી ધમકી આપવામા આવી હતી
ત્યારબાદ ગોવિંદ ઠાકોર દ્વારા દાંતા પોલીસ સ્ટેશન ખાતે અરજી અને ફરિયાદ કરતા પોલીસ દ્વારા સૂર્યભાન સિંહ ને દાંતા ખાતે મામલતદારની કચેરીમાં જામીન લેવા પડ્યા હતા અને લેખિત માફી માંગી હતી.
માફી પત્ર મા નરેન્દ્રસિંહ ના દીકરા સામે કલમ-BNSS- 126 અને 170 મુજબ જામીન પર મુકત કરવામાં આવેલ. જેમાં ધમકી આપનાર નુ નામ- ચૌહાણ સૂર્યભાન સિંહ નરેન્દ્રસિંહ .રહે- પાણીની ટાંકી નીચે અંબાજી .જેમને માફી પત્ર મા લખેલ છે કે તારીખ 1-4-2024ના મે એક ગ્રુપમાં મા વીડીયો જોએલો જે દારૂ પીતાનો હોઈ તે બાબતે મે ગ્રુપમા ન્યૂઝ વીડીયો સેન્ડ કરનાર પત્રકારને મે કિધેલુ આ મારા પિતા નો વિડિઓ ડીલેટ કરવા રીક્વેસ્ટ કરેલી, તેમા જણાવ્યું તે સિવાય મે બીજુ કીધેલું નથી, અને જો આ ગોવિંદભાઈ ઠાકોર દાંતા ના સૌથી સિનિયર પત્રકારને ખોટું લાગ્યું હોય તો હું તેની માફી માંગુ છે.
રિપોર્ટ.. અમિત પટેલ અંબાજી